રણબીર-આલિયા બાદ વધુ એક સ્ટારે ગુપચુપ કરી લીધા લગ્ન, સામે આવી લગ્નનો First Photos.......
મંજરી અને જેરિનના વેડિંગ લૂકની વાત કરીએ તો દુલ્હન બનેલી મંજરીએ રેડ કલરની સુંદર સાડી પહેરેલી છે, જેમાં તે અપ્સરા લાગી રહી છે, આની સાથે જ તેને સોનાના હેવા ઘરેણાં પણ પહેર્યા છે.
Manjari And Jerin Wedding First Photos And Video: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ સૌથી વધુ સ્ટાર્સ લગ્નનાં બંધાઇ રહ્યાં છે, રણબીક કપૂર-આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ-કેટરીના કૈફ બાદ હવે વધુ એક સ્ટાર આ મેરિડ ક્લબમાં સામેલ થઇ ગયો છે. આ છે સાઉથ સિનેમાની જાણીતી સિંગર મંજરી. મંજરીએ તેના બૉયફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે. તેના લગ્નની પ્રથમ તસવીર હવે સામે આવી છે.
વાયરલ થઇ રહી છે તસવીરો -
સિંગર મંજરીએ તાજેતરમાં જ પોતાના દોસ્ત જેરિન સાથે લગ્ન કરી લીધા છે. મંજરી અને જેરિને તિરુવનંતપુરમમાં નજીકના સગા અને દોસ્તો-પરિવારની હાજરીમાં એક લગ્ન સમારોહ યોજ્યો હતો, જેમાં બન્નેએ ગુપચુપ લગ્ન કરી લીધા છે. લગ્નની તસવીરો હવે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે. ફેન્સ મંજરી અને જેરિનને લગ્નની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
View this post on Instagram
મંજરી અને જેરિનો વેડિંગ લૂક -
મંજરી અને જેરિનના વેડિંગ લૂકની વાત કરીએ તો દુલ્હન બનેલી મંજરીએ રેડ કલરની સુંદર સાડી પહેરેલી છે, જેમાં તે અપ્સરા લાગી રહી છે, આની સાથે જ તેને સોનાના હેવા ઘરેણાં પણ પહેર્યા છે. વળી, બીજીબાજુ વરરાજા જેરિને ધોતીની સાથે લાલ રંગનો કુર્તો પહેરેલો છે. ખાસ વાત છે કે મંજરી અને જેરિન લૉન્ગ ટાઇમ રિલેશનશીપમાં હતા, બન્ને એકસાથે સ્કૂલમાં ભણતા હતા, તે સમયથી રિલેશનમાં છે.
View this post on Instagram
સિંગર મંજરીએ લગ્ન પછી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને લખ્યું હતુ - આજનો દિવસ મારા જીવનનો એક મહત્વપૂર્ણ દિવસ છે, આમે લગ્ન કરી લીધા છે, અમે મેજિક એકેડેમીમાં બાળકોની સાથે દિવસ પસાર કરીશુ. ઘણાબધા પ્રતિભાશાળી બાળકો છે, અને અમે પોતાના પરિવારની સાથે તેમની સાથે બપોરનુ ભોજન કરીશુ, અમારે એકસાથે જીવન માટે તમારી પ્રાર્થનાઓ અને સપોર્ટની જરૂર છે.
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ