OTT Release In 2023: 'મિર્ઝાપુર-3'થી લઇને 'સ્કૂપ' સુધી, આગામી વર્ષે OTT પર રીલિઝ થશે આ ધમાકેદાર વેબ સીરિઝ અને ફિલ્મો
થિયેટરોની સાથે OTT માટેનો ક્રેઝ પણ આ દિવસોમાં ઘણો વધી ગયો છે.
Web Series-Films Release On OTT In 2023: થિયેટરોની સાથે OTT માટેનો ક્રેઝ પણ આ દિવસોમાં ઘણો વધી ગયો છે. લોકો ઓટીટી પર રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સિરીઝની આતુરતાથી રાહ જુએ છે. દરમિયાન, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આવતા નવા વર્ષમાં એટલે કે 2023માં આવી ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
View this post on Instagram
- સ્કૈમ 2003: ધ તેલગી સ્ટોરી
સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરીની અપાર સફળતા પછી મેકર્સ સ્કૈમ 2003: ધ તેલગી સ્ટોરી સાથે પાછા ફર્યા છે. સંજય સિંહની નવલકથા તેલગી સ્કેમઃ રિપોર્ટર્સ જર્નલ પર આધારિત છે. તેમાં ગગન દેવ રિયાર મુખ્ય ભૂમિકામાં છે અને તેનું નિર્દેશન તુષાર હિરાનંદાએ કર્યુ છે.
- ગાંધી
પ્રખ્યાત ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તક 'ગાંધી બિફોર ઈન્ડિયા અને ગાંધીઃ ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ' પર આધારિત આ ફિલ્મ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે.
- મિર્ઝાપુર સિઝન 3
મિર્ઝાપુર 3 OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર આવતા વર્ષે રિલીઝ થશે. આ સિરીઝનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. સીઝન 3માં કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલ પાસેથી મુન્ના ભૈયાના મોતનો બદલો લેતા જોવા મળશે.
- મેડ ઇન હેવન સીઝન 2
ભારતમાં થતા લગ્નોની આસપાસ ફરતી, મેડ ઇન હેવન 2 બે વેડિંગ પ્લાનર્સ તારા (શોભિતા ધુલીપાલા) અને કરણ (અર્જુન માથુર)ની વાર્તા દર્શાવે છે. આ શો પ્રખ્યાત OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર રિલીઝ થશે.
- સ્કૂપ
પીઢ દિગ્દર્શક હંસલ મહેતા પણ 'સ્કૂપ' લઇને આવશે. જે ક્રાઈમ જર્નાલિસ્ટ જાગૃતિ પાઠકના જીવન પર આધારિત છે. આ સીરિઝનું નિર્માણ મેચબોક્સ સ્ટુડિયો દ્વારા કરવામાં આવશે અને સીરિઝને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.