Year Ender 2025:આ વર્ષે પંકજ ત્રિપાઠીની સિરીઝ OTT પર સૌથી વધુ જોવાઇ, જાણો ટોપ 10નું લિસ્ટ
Ormax Top 10 Most Viewed OTT Shows 2025: ઓરમેક્સની OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલા ટોચના 10 શોની યાદીમાં પંકજ ત્રિપાઠીની સીરિઝએ બીજા બધાને પાછળ છોડી દીધા છે. તેમની આ સીરિઝએ ટોચનું સ્થાન મેળવ્યું છે.

Ormax Top 10 Most Viewed OTT Shows 2025:આ વર્ષે, વિવિધ OTT પ્લેટફોર્મ પર ઘણી નવી સીરિઝ રિલીઝ થઈ. ઘણા શોની નવી સિઝન પણ આવી, જેમાંથી ઘણીને વધુ પસંદ કરવામાં આવી છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, પંકજ ત્રિપાઠીએ આ વર્ષે અન્ય તમામ OTT સ્ટાર્સને પાછળ છોડી દીધા. હકીકતમાં, તેમની સૌથી લોકપ્રિય સીરિઝ માંની એક સૌથી વધુ જોવાઈ હતી.
પંકજ ત્રિપાઠીની સીરિઝ "ક્રિમિનલ જસ્ટિસ 4" એ મારી બાજી
ઓરમેક્સની યાદી અનુસાર, પંકજ ત્રિપાઠીની "ક્રિમિનલ જસ્ટિસ 4" 15 થી 21 ડિસેમ્બરના અઠવાડિયા માટે ભારતમાં ટોચના 10 સૌથી વધુ જોવાયેલા સ્ટ્રીમિંગ ઓરિજિનલ્સની યાદીમાં ટોચ પર છે, જે સૌથી વધુ વ્યૂઝ ધરાવે છે. OTT પ્લેટફોર્મ Jio Hotstar પર ઉપલબ્ધ આ શ્રેણીને સૌથી વધુ 38.8 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આનો અર્થ એ થયો કે પંકજ ત્રિપાઠીની સિરીઝ મનોજ બાજપેયીની ફેમિલી મેન 3, જયદીપ અહલાવતની પાતાલ લોક 2 અને જીતેન્દ્રની પંચાયત 4 જેવી લોકપ્રિય સીરિઝને પાછળ છોડી દીધી છે.
યાદીમાં બીજા સ્થાને બોબી દેઓલની "આશ્રમ સિઝન 3 ભાગ 2" છે. આ પ્રાઇમ વીડિયો શ્રેણીને 35.3 મિલિયન લોકોએ જોઈ છે. દરમિયાન, Jio Hotstar પર ઉપલબ્ધ કેકે મેનનની "સ્પેશિયલ ઓપ્સ 2" ને 27.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જીતેન્દ્ર કુમારની 'પંચાયત' સીઝન 1 23.8 મિલિયન વ્યૂઝ સાથે યાદીમાં ચોથા ક્રમે છે. મનોજ બાજપેયીની સીરિઝ 'ધ ફેમિલી મેન' સિઝન 3 22.5 મિલિયન વ્યૂઝ સાથે પાંચમા ક્રમે છે.
ઓરમેક્સના હાફ ઇયરલી રિપોર્ટ મુજબ 2025ના ટોપ 10માં સૌથી વધુ જોવાતી સીરિઝ
ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4: 38.8 મિલિયન (Jio Hotstar)
આશ્રમ સીઝન 3 ભાગ 2 (પ્રાઈમ વિડીયો): 35.3 મિલિયન
સ્પેશિયલ ઓપ્સ 2 (Jio Hotstar): 27.6 મિલિયન
પંચાયત સીઝન 4 (પ્રાઈમ વિડીયો): 23.8 મિલિયન
ધ ફેમિલી મેન સીઝન 3: 22.5 મિલિયન
પાતાલ લોક સીઝન 2 (પ્રાઈમ વિડીયો): 16.8 મિલિયન
ધ લિજેન્ડ ઓફ હનુમાન સીઝન 6 (Jio Hotstar): 16.2 મિલિયન
ધ રોયલ્સ (નેટફ્લિક્સ): 15.5 મિલિયન
ધ સિક્રેટ ઓફ ધ શિલાદાર્સ (Jio Hotstar): 14.5 મિલિયન





















