શોધખોળ કરો

Pankaj Udhas Death: ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન, સાંભળો તેમના સ્વરમાં ગવાયેલા ટોપ-10 ગીત

પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર મંગળવારે થશે. જેમાં અનેક હસ્તિઓ ઉપસ્થિત રહેશે. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Pankaj Udhas Died: બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉદાસે પિતાની નિધનની માહિતી આપી છે. નાયાબે એક પોસ્ટ લખ્યું છે કે, ‘હું તમને બધાને ખૂબ દુઃખ સાથે જણાવી રહી છું કે, પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી-2024ના રોજ નિધન તયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.’

તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. પંકજ ઉધાસનો ઉછેર રાજકોટ નજીક ચરખાડી ગામમાં મોટો થયો હતો. તેમના દાદા એ ગામમાંથી પ્રથમ વ્યક્તિ હતા જેમણે સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી તેઓ દીવાનનો અભ્યાસ કરવા આગળ વધ્યા. તેના પિતા પણ સરકારી નોકરી કરતા હતા. આ રીતે તેમનો પરિવાર ગામના શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોમાંનો એક હતો. પંકજ ઉધાસ બાળપણમાં જ સંગીત સાથે જોડાયા હતા. તેણે 7 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે માત્ર કલાપ્રેમી તરીકે જ ગાતો હતો. તેમની ગાયકીની પ્રતિભા તેમના ભાઈ દ્વારા જ ઓળખવામાં આવી હતી. તે જ પંકજને ગાવા માટે પ્રેરિત કરતો અને તેને પોતાની સાથે કાર્યક્રમોમાં લઈ જતો.

(સૌજન્યઃ Anuradha Paudwal Official)

પહેલીવાર પંકજ ઉધાસે તેમના ભાઈ સાથે એક કાર્યક્રમમાં ગીત ગાયું હતું. આ એ સમય હતો જ્યારે ભારત-ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું. તેણે 'એ વતન કે લોગોં' ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ તેને ઈનામ તરીકે 51 રૂપિયા આપવામાં આવ્યા. આ પછી જ તેણે ગાયકી અને ગઝલની દુનિયામાં પ્રવેશ કર્યો.

( સૌજન્યઃ Goldmines Gaane Sune Ansune)

પંકજ ઉધાસની ગઝલોથી સીડીનો યુગ શરૂ થયો

વર્ષ 1985માં ભારતમાં એક જાદુ આવ્યો જેનું નામ સીડી (કોમ્પેક્ટ ડિસ્ક) હતું. પંકજ ઉધાસની ગઝલો સાથે ભારતમાં પ્રથમ સીડી આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું. 1987માં મ્યુઝિક ઈન્ડિયાએ 'શગુફ્તા' નામનું આ આલ્બમ લોન્ચ કર્યું જેમાં પંકજ ઉધાસને સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.

દરેક શો પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરતા

જોકે પંકજ ઉધાસે અનૂપ જલોટા અને જગજીત સિંહ જેવા ઘણા ધાર્મિક ગીતો ગાયા નથી પરંતુ પંકજ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. એક ઈન્ટરવ્યુમાં પંકજે કહ્યું હતું કે તે દરેક શો શરૂ કરતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તે પછી જ તે સ્ટેજ પર જાય છે અને ગાવાનું શરૂ કરે છે.

(સૌજન્યઃ Saregama Ghazal)

પંકજ ઉધાસનું આ ગીત સાંભળીને શો મેન રાજ કપૂર પણ રડી પડ્યા હતા

પંકજ ઉધાસના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. પીઢ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત થયેલા નિર્માતા અને નિર્દેશક રાજ કપૂર પણ પંકજની ગાયકીના દિવાના હતા. આ એ સમય હતો જ્યારે 'ચિઠ્ઠી આયી હૈ'નું રેકોર્ડિંગ થયું હતું. ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર કુમાર હતા, જે તેના એક હીરો કુમાર ગૌરવના પિતા હતા. એક દિવસ રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને ડિનર માટે બોલાવ્યા અને ગીત વગાડ્યું. આ ગઝલ સાંભળ્યા પછી રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે આ ગીત ખૂબ જ હિટ થશે અને રાજ કપૂરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.

(સૌજન્યઃ Tips Official)

સૌજન્યઃ Muzik For Soul

(સૌજન્યઃ Music Evergreen)

(સૌજન્યઃ P R MUSIC ALL)

(સૌજન્યઃ Pop Chartbusters)

(સૌજન્યઃ Bollywood Hits Songs)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Embed widget