(Source: ECI/ABP News/ABP Majha)
હું બેભાન થઈ જાઉ ત્યાં સુધી મને મારા પપ્પા મારતા, એટલે હું ઘરેથી ભાગી.. ફરી છલકાયું Uorfi Javedનું દર્દ
Uorfi Javed On Her Father’s Torture: ફેશનિસ્ટા ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના ભૂતકાળ વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે તેના પિતા તેને કેવી રીતે ટૉર્ચર કરતાં હતા
Uorfi Javed On Her Father’s Torture:: ફેશનિસ્ટા ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના ભૂતકાળ વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે તેના પિતા તેને કેવી રીતે ટૉર્ચર કરતાં હતા
ઉર્ફી જાવેદ અભિનેત્રીમાંથી સોશિયલ મીડિયા સેન્સેશન બની અને પછી લોકપ્રિયતા મેળવી. ઉર્ફીએ તેના બાળપણના જુસ્સાને તેની કારકિર્દી બનાવી અને આજે તે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઉર્ફી નીડર અને બોલ્ડ છે, આ જ તેને બાકીના કરતા અલગ બનાવે છે. જો કે, તે હંમેશા આવી ન હતી. તેનું બાળપણ ખૂબ જ પીડાદાયક રહ્યું છે. પિતાના ત્રાસ અંગે તેણીએ ઘણી વખત પોતાની પીડા વ્યક્ત કરી છે. ફરી એકવાર તેણે કહ્યું છે કે કેવી રીતે તેણે તેના પિતાના ત્રાસથી લઈને કારકિર્દી બનાવવા સુધીની મુશ્કેલ સફર કરી છે.
View this post on Instagram
-પિતાના ત્રાસથી ઉર્ફીનું દર્દ છલકાય છે
તાજેતરમાં ઉર્ફી જાવેદે હ્યુમન્સ ઑફ બોમ્બેને તેની દર્દનાક વાર્તા સંભળાવી છે. ઉર્ફીએ જણાવ્યું કે કેવી રીતે તેને નાનપણથી જ ફેશનમાં રસ હતો. પિતા પણ રોજ ટોર્ચર કરતા હતા. આપઘાતના વિચારો પણ આવતા હતા. ઉર્ફીએ કહ્યું, “હું લખનૌમાં ક્રોપ ટોપ પર જેકેટ પહેરતી હતી, જ્યાં છોકરીઓને આવા કપડાં પહેરવાની મંજૂરી ન હતી. પપ્પા ગુસ્સાવાળા હતા હું બેભાન થઈ જાઉ ત્યાં સુધી તે મને મારતા હતા. જેના લીધે ઘણી વાર મને આત્મહત્યાના વિચારો આવતા હતા.
View this post on Instagram
-ઉર્ફી ટૂંક સમયમાં મુંબઈમાં પોતાનું ઘર ખરીદશે
ઉર્ફી જાવેદે જણાવ્યું કે તે તેના પિતાના ત્રાસથી કંટાળીને 17 વર્ષની ઉંમરે ઘરેથી દિલ્હી ભાગી ગઈ હતી. અભિનેત્રીએ કહ્યું, “હું કોઈ પૈસા વગર ઘરેથી ભાગી ગઈ હતી. હું ટ્યુશન લેતી હતી અને કોલ સેન્ટરમાં પણ કામ કરતી હતી. આ દરમિયાન પિતાએ અમારા પરિવારને પણ છોડી દીધો. હું મારી માતાને મળી. હું મુંબઈ આવી અને ડેઈલી સોપ્સમાં નાના રોલ કર્યા. પછી મને બિગ બોસમાં જોવાનો મોકો મળ્યો અને અહીંથી મને ઓળખ મળી. મને હંમેશા ફેશન પસંદ છે. પછી મેં તેને પસંદ કરી અને હું ટ્રોલ થવા લાગી. દરરોજ હું વધુ બોલ્ડ બનતી ગઈ. મેં બીજાઓને મારી વ્યાખ્યા કરવા દીધી નથી. હું ટૂંક સમયમાં મુંબઈમાં મારું ઘર ખરીદવા જઈ રહી છું."