શોધખોળ કરો
Advertisement
બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે કાર્તિક આર્યનની ફિલ્મ ‘પતિ પત્ની અને વો’, જાણો કેટલી કરી કમાણી ?
ફિલ્મે પ્રથમ દિવસે 9.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
નવી દિલ્હી: કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘પતિ પત્ની અને વો’બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે પહેલા વિકેન્ડ પર જ 36 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. પાંચમાં દિવસે પણ કોઈ ખાસ ઘટાડો આવ્યો નથી. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ મુજબ પાંચમાં દિવસે સામાન્ય ઘટાડાની સાથે 5.35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ પહેલા ફિલ્મ પ્રથમ દિવસે 9.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પાંચ દિવસમાં કુલ 46.99 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ફિલ્મ છઠ્ઠા દિવસે 50 કરોડનો આંકડો પાર કરી જશે અને પ્રથમ અઠવાડિયામાં 55 કરોડની કમાણી કરી શકે છે.#PatiPatniAurWoh is in no mood to slow down... Will swim past ₹ 50 cr mark today [Day 6]... Fri 9.10 cr, Sat 12.33 cr, Sun 14.51 cr, Mon 5.70 cr, Tue 5.35 cr. Total: ₹ 46.99 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) December 11, 2019
ફિલ્મમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીની ભૂમિકામાં છે, ભૂમિ પેડનેકર પત્ની અને અનન્યા પાંડે બહારવાળીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1978માં આવેલી સંજીવ કપૂર, વિદ્યા સિન્હા અને રંજીતા કૌરની ‘પતિ પત્ની અને વો’ની રિમેક છે. ફિલ્મને મુદસ્સર અજીજે બનાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion