શોધખોળ કરો
Advertisement
પાયલ ઘોષે કરી મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત, અનુરાગ કશ્યપ સામે કાર્યવાહીની કરી અપીલ
અભિનેત્રી પાયલ ઘોષે મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી.
મુંબઈ: ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પર રેપનો આરોપ લગાવનારી અભિનેત્રી પાયલ ઘોષે મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી અને નિર્દેશક સામે કાર્યવાહીની અપીલ કરી છે.
રાજ ભવને ટ્વિટ કર્યું, 'કેંદ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે સાથે અભિનેત્રી પાયલ ઘોષે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી.'
પાયલ ઘોષે સોમવારે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ આઠવલે સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ પણ કરી હતી અને અનુરાગ કશ્યપની ધરપકડની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ અનુરાગ પર સાત વર્ષ પહેલા રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પહેલા આ કેસમાં મુંબઈ પોલીસે પાયલ ઘોષની ફરિયાદ પર અનુરાગ કશ્યપ સામે ફરિયાદ નોંધાવી હતી. પાયલ ઘોષના વકીલ નિતિન સાતપુતે સાથે પોલીસને ફરિયાદ કર્યા બાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધવામાં આવી હતી.
19 સપ્ટેમ્બરના રોજ એક્ટ્રેસ પાયલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટમાં અનુરાગ કશ્યપ પર તેની સાથે બળજબરી કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહી એક પોસ્ટના માધ્યમથી આ મામલે પીએમ મોદીની મદદ માંગી હતી. ઘોષે દાવો કર્યો હતો કે આ ઘટના 2014-15ની છે.
જ્યારે અનુરાગ કશ્યપ અભિનેત્રી પાયલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે ટ્ટવિર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'શું વાત છે, એટલો સમય લઈ લીધો મને ચૂપ કરવાની કોશિશમાં. ચલો કઈ નહી, મને ચૂપ કરાવતા કરાવતા એટલુ ખોટુ બોલ્યા કે એક સ્ત્રી હોવા છતા અન્ય મહિલાનું પણ સાથે ખેંચી લીધા, થોડી મર્યાદા રાખો મેડમ. બસ એટલું જ કહીશ કે જે આરોપ છે તે તમામ પાયાવિહોણા છે.'
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion