શોધખોળ કરો
Advertisement
વાયરલ થઈ બોલિવૂડની આ હોટ એક્ટ્રેસની તસવીરો, લોકોએ પૂછ્યું- ‘શું પ્રેગ્નેન્ટ છે?
બિપાશા જલ્દી જ મોટા પડદા પર પરત ફરી રહી છે. બિપાશા આ ફિલ્મમાં પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરની વિરૂદ્ધ કામ કરશે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુએ 2016માં એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નને લગભગ 4 વર્ષ પૂરા થવાના છે, એવામાં તેના ફેન્સ એ જાણવા ઉત્સુક છે કે બન્ને ક્યારે માતા-પિતા બનશે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર બિપાશાની કેટલીક લેટેસ્ટ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે પોતાના પતિની સાથે જોવા મળી રહી છે. ફોટોમાં એક બાજુ કરણ બિલકુલ ફિટ જોવા મળી રહી છે, તો બિપાશા પહેલાથી મારે જાડી જોવા મળી રહી છે. એવામાં તેના ફેન્સ અટકળ લગાવી રહ્યા છે કે બિપાશા માતા તો નથી બનવાની?
લોકોએ પૂછ્યા એવા સવાલ
તસવીર જોઈને લોકો બિપાશાને સવાલ પૂછી રહ્યા છે કે શું તે પ્રેગ્નેન્ટ છે? બિપાશા બસુએ હાલમાં જ હિંદી ફિલ્મ જગતમાં 18 વર્ષ પૂરા કર્યા. બિપાશાએ ફિલ્મ અજબનીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જેમાં તેની સાથે અક્ષય કુમાર, બોબી દેઓલ અને કરીના કપૂર ખાન પણ હતી. આ ફિલ્મ વર્ષ 2001માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે બિપાશા બસુ હાલમાં કોઈપણ ફિલ્મમાં જોવા મળી ન હતી. વર્ષ 2015માં તે કરણની સાથે ફિલ્મ અલોનમાં જોવા મળી રહી હતી. ત્યારે કરણ સિંહ ગ્રોવર બિગ બોસ 13માં જોવા મળ્યા હતા. ઉપરાંત તે ટીવી સીરિયલ કસૌટી જિંદગીમાં પણ જોવા મળ્યા હતા.
એવા પણ અહેવાલ છે કે, બિપાશા જલ્દી જ મોટા પડદા પર પરત ફરી રહી છે. બિપાશા આ ફિલ્મમાં પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરની વિરૂદ્ધ કામ કરશે. આ બંનેની ફિલ્મનું નામ ‘આદત’ છે. જેને બોલીવુડ સિંગર મીકા સિંહ પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં બિપાશા લંડનની એક ક્રોધિત પોલીસ ઓફિસની ભૂમિકા ભજવશે તો, કરણ NRI બિઝનેસમેનના પાત્રમાં નજર આવશે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ લેંડનમાં થશે. ફિલ્મના શૂટિંગનું શેડ્યૂલ લંડનમાં લગભગ 45 દિવસનું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement