બીજી યૂઝર્સે આ તસવીર યૂઝરે સવાલ ઉઠાવતા લખ્યું કે બોલિવૂડના ખાન નજરે નથી પડી રહ્યા. એક યૂઝરે લખ્યું કે વિવેક ઓબેરોય ક્યાં છે? નોંધનીય છે કે વિવેક ઓબોરોય પીએમ મોદીની બાયોપિકમાં કામ કરવાનો છે.
2/3
આ યૂઝરે સેલ્ફીમાં કરણ જોહર અને મોદીને છોડીને તમામના માથા પર 'જય શ્રી રામ'ની પટ્ટી લગાવી દીધી હતી અને તસવીર શેર કરી હતી. સાથે જ આ યૂઝરે લખ્યું હતું કે બોલિવૂડ સ્ટાર્સ વર્ષ 2019 માટે પીએમ મોદીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.
3/3
નવી દિલ્હીઃ ગુરુવારે બપોરે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલિવૂડના યંગસ્ટર્સને લઈને એક બેઠક બોલાવી હતી. બેઠકનો ઉદ્દેશ સિનેમાની ભારતીય સંસ્કૃતિ પર પડનારા પ્રભાવ અને ફેરફારને લઈને હતી. એવામાં બોલિવૂડના યંગસ્ટર્સ અભિનેતા અને અભિનેત્રીઓ આ બેઠકમાં પહોંચી હતી. બેઠક ખત્મ થયા બાદ બધાએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. સોશિયલ મીડિયા પર અમુક યૂઝર્સને આ તસવીર પસંદ પડી તો અમુક યૂઝર્સે તસવીર પર સવાલ ઉઠાવ્યા હતા. એક યૂઝરે તો હદ પાર કરી નાખી હતી.