શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 50 મિલિયન ફોલોઅર્સ, કોહલી બાદ બીજી ભારતીય
બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સની સંખ્યા 50 મિલિયનને પાર થઈ ગઈ છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સની સંખ્યા 50 મિલિયનને પાર થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર 50 મિલિયન ફોલોઅર્સ ધરાવતી પ્રિયંકા ચોપરા બીજી ભારતીય બની ગઈ છે. પ્રથમ ક્રમાંક પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે. કોહલીએ 50 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર હાલ 50.2 મિલિયન ફોલોઅર્સ છે.
ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા પ્રિયંકા ચોપરા આશરે 20 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ભારતીયમાં પીએમ મોદીના 53 મિલિયન ફોલોઅર્સ છે. 40 મિલિયન ફોલોઅર્સ સાથે અમિતાભ બચ્ચન બીજા નંબર પર છે. પ્રિયંકા ચોપરાના 25.6 મિલિયન ફોલોઅર્સ છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા ગયા વર્ષે ફિલ્મ 'સ્કાય ઈઝ પિંક'માં ફરહાન અખ્તર સાથે જોવા મળી હતી. રાજકુમાર રાવ સાથે પ્રિયંકાએ નેટફ્લિક્સ ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર'નું શૂટિંગ પૂરું કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement