નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર અને બોયફ્રેન્ડ નિક જોનાસે સગાઇ કરી લીધી છે. શનિવારે પ્રિયંકા અને નિકની રોકા સેરેમની યોજાઇ હતી અને સાંજ એન્ગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં નજીકના મિત્રો અને સગાસંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પરવાયરલ થઇ છે. પાર્ટીની તસવીરમાં એક તસવીર એવી છે જેમાં પ્રિયંકાની એક ફ્રેન્ડ તેના ગાલ પર કિસ કરી રહી છે.
3/5
4/5
5/5
પાર્ટીમાં નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ ખૂબ ડાન્સ કર્યો હતો. પ્રિયંકા-નિકની પાર્ટીમાં ભણસાળીથી લઈ અંબાણી સુધીના તમામ લોકો હાજર રહ્યાં હતા. પ્રિયંકા ચોપરાની માતા ડો.મધુ ખૂબ જ આકર્ષક અંદાજમાં જોવા મળી હતી. તેમણે આ પ્રસંગે સિલ્વર કલરની સાડી પહેરી હતી.