મોટા સમાચાર : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આખરે દયાબેનની થશે વાપસી, નિર્માતા અસિત વોરાએ કરી જાહેરાત
Tarak mehta ka ooltah chashmah: શોના નિર્માતા અસિત કુમાર મોદીએ ખુલાસો કર્યો છે કે દયા બેનનું પાત્ર વાપસી કરવા જઈ રહ્યું છે.
![મોટા સમાચાર : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આખરે દયાબેનની થશે વાપસી, નિર્માતા અસિત વોરાએ કરી જાહેરાત Producer Asit Vora announces that Dayaben will finally return in tarak mehta ka ooltah chashmah મોટા સમાચાર : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આખરે દયાબેનની થશે વાપસી, નિર્માતા અસિત વોરાએ કરી જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/23/7fda181d00164e8c19e627f4a3d89fa5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Taarak Mehta Ka Ulta Chashma : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકોને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે શૈલેષ લોઢાએ શો છોડી દીધો. શૈલેષ લોઢા હવે બીજા શોમાં જોડાયા છે. આ દરમિયાન 'તારક મહેતા'ના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. શોનું પ્રખ્યાત પાત્ર દયાબેન વાપસી કરવા જઈ રહી છે. લાંબા સમયથી દયા બેનની વાપસી અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ ચાહકોને વારંવાર નિરાશ થવું પડ્યું હતું. 'તારક મહેતા'માં ફરી એકવાર જેઠાલાલ અને દયાની ટક્કર જોવા મળશે. આ વાતનો ખુલાસો શોના નિર્માતા અસિત કુમાર મોદીએ કર્યો છે.
ચાહકો માટે સારા સમાચાર
અસિત મોદીએ કહ્યું કે કોઈપણ સારા સમયે દયાબેનને દર્શકો સામે લાવવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા આસિત મોદીએ શોમાં દયાબેનને પરત લાવવા અંગે કહ્યું કે અમારી પાસે દયા બેનનું પાત્ર પાછું ન લાવવાનું કોઈ કારણ નથી. છેલ્લા કેટલાક સમય આપણા બધા માટે મુશ્કેલ રહ્યા છે. હવે વસ્તુઓ થોડી સારી થઈ ગઈ છે. 2022માં કોઈપણ સારા સમયે અમે દયાબેનનું પાત્ર પાછું લાવવા જઈ રહ્યા છીએ. દર્શકો ફરી એકવાર જેઠાલાલ અને દયા ભાભીનું મનોરંજન જોઈ શકશે.
પાત્ર કોણ ભજવશે?
શું દિશા વાકાણી દયાબેનનું પાત્ર ભજવશે? આ સવાલ પર અસિત મોદીએ કહ્યું, “મને ખબર નથી કે દિશા વાકાણી દયાબેન તરીકે પરત ફરશે. દિશાજી સાથે અમારો હજી પણ સારો સંબંધ છે. અમે એક પરિવાર જેવા છીએ. હવે તે પરિણીત છે અને તેને એક બાળક છે. દરેક વ્યક્તિ પોતાના જીવન અને જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. આપણે બધાનું પોતાનું જીવન છે. હું તેના પર કંઈ કહેવા માંગતો નથી પણ દિશાબેન કે નિશાબેન જે હોય તે હોય પરંતુ દયાબેન ચોક્કસ પરત આવશે.”
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)