શોધખોળ કરો
'સંજુ'ની સફળતા પછી રાજકુમાર હીરાની બનાવશે મુન્નાભાઈ 3, જાણો આ વખતે કોણ બનશે મુન્નાભાઈ, કોણ હશે સર્કિટ?
1/6

2/6

ઉલ્લેખનીય છે કે, હાલમાં સંજુએ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે અને બૉલીવુડમાં મોટાભાગના રેકોર્ડને ધરાશાયી કરીને આગળ વધી ગઇ છે.
3/6

રાજકુમાર હિરાનીની ફિલ્મ મુન્નાભાઇ MBBS (2003) બાદ લગે રહો મુન્નાભાઇ (2006)માં આવી, આ બન્ને ફિલ્મો બૉક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે 12 વર્ષના લાંબા વિરામ બાદ હિરાની લોકોને મુન્નાભાઇ સીરિઝની વધુ એક ફિલ્મ મુન્નાભાઇ 3 આપવા જઇ રહ્યાં છે.
4/6

આ ફિલ્મમાં મુન્નાભાઇની ભૂમિકા સંજય દત્તને અપાશે, જ્યારે તેનો સાથી કલાકાર સર્કિટ- અરશદ વારસીનું પત્તુ કપાઇ શકે છે. ફિલ્મ સંજુની સફળતા બાદ દરેકે રણબીરની ભૂમિકાની જબરદસ્ત પ્રસંશા કરી છે, જેથી ફિલ્મ મેકર હિરાની તેને વધુ એક મોકો આપવાનું વિચારી શકે છે. જેથી સર્કિટની ભૂમિકામાં રણબીર કપૂર આવી શકે છે.
5/6

કેમકે ફિલ્મ નિર્માતા માને છે કે, સંજય દત્ત અને રણબીર કપૂરની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને પસંદ આવશે. આ બન્નેની જોડી 'સંજુ'માં આક ગીત બાબા બોલતા હૈ.... માં જોવા મળી હતી, જેમાં બન્નેને સારોએવો તાલમેલ હતો.
6/6

મુંબઇઃ બૉક્સ ઓફિસ પર સક્સેસ થયેલી ફિલ્મ સંજુ બાદ હવે રાજકુમાર હિરાનીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, તે હવે મુન્નાભાઇ સીરિઝની આગળની ફિલ્મ બનાવશે. રાજકુમાર હિરાનીએ સ્પષ્ટતા કરી છે કે, તે હવે 'મુન્નાભાઇ 3' બનાવશે. જોકે આ ફિલ્મમાં થોડાક ફેરફારો કરવામાં આવશે.
Published at : 29 Jul 2018 11:48 AM (IST)
View More
Advertisement





















