શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ ગુજરાતી એક્ટ્રેસની થઈ શકે છે ધરપકડ, જાણો શું છે મામલો
ફિલ્મ ફેમિલી ઓફ ઠાકુરગંજના નિર્માતા અજયકુમાર સિંહને અઢી કરોડનો ચૂનો ચોપડવાનું અમીષા પટેલને ખૂબ જ મોંઘું પડી શકે એમ છે.
નવી દિલ્હીઃ બોલિવૂડની ગુજરાતી એક્ટ્રેસ અમષી પટેલ છેતરપિંડીના મામલે મુશ્કેલીમાં ફસાઈ શકે છે. રાંચીના ફિલ્મ નિર્માતા અજય કુમારની અરજી પર રાંચીની કોર્ટે તેને કોર્ટમાં હાજર થવાનું સમન મોકલ્યું છે. સોમવારે આ મામલે સુનાવણી દરમિયાન અમીષા પટેલ હાજર રહી ન હતી. હવે આ મામલે 16 સપ્ટેમ્બરે સુનાવણી થશે. 2.5 કરોડ રૂપિયાના ફ્રોડના મામલે રાંચીની કોર્ટના અમીષા પટેલના વકીલે દલીલ આપી હતી.
ફિલ્મ ફેમિલી ઓફ ઠાકુરગંજના નિર્માતા અજયકુમાર સિંહને અઢી કરોડનો ચૂનો ચોપડવાનું અમીષા પટેલને ખૂબ જ મોંઘું પડી શકે એમ છે. આઠમી જુલાઈએ રાંચી કોર્ટે અમીષા પટેલને રાંચી કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ મોકલ્યાં હતાં. પરંતુ અભિનેત્રી અમીષા પટેલ હાજર રહી શકી નહોતી તેમ જ તેનો બિઝનેસ પાર્ટનર કૃણાલ ગુમર પણ ગેરહાજર હતો.
હવે ફિલ્મ ફેમિલી ઓફ ઠાકુરગંજના નિર્માતા અજયકુમાર સિંહના વકીલ ગોપાલકૃષ્ણ સિંહાએ કોર્ટમાં બંને વિરુદ્ધ બિનજામીન વોરંટ બહાર પાડવાની વિનંતી કર્યા બાદ બંને વિરુધ્ધ વોરંટ ઇશ્યૂ કરાયા છે અને રાંચી પોલીસ અમીષા પટેલની ધરપકડ માટે મુંબઇ રવાના થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement