નવી દિલ્હીઃ બોલીવુડ કપલ દીપીકા પાદુકોણ અને રણવીર સિંહ ફરીથી ફિલ્મોના શૂટિંગમાં લાગી ગયા છે. એક તરફ રણવીરની ફિલ્મ ‘સિમ્બા’ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે તો બીજી તરફ તે ટૂંક સમયમાં રજૂ થનારી ફિલ્મ ‘ગલી બોય’ના પ્રમોશનની તૈયારીમાં લાગી ગયો છે. એક ઈન્ટરવ્યૂમાં રણવીરે દીપીકાનો આ ગુણના કારણે ખૂબ પ્રેમ કરતો હોવાનો ખુલાસો કર્યો છે.
2/3
રણવીર અને દીપિકાએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હાલ રણવીરની ફિલ્મ ‘સિમ્બા’ રજૂ થઈ છે અને થોડા જ દિવસોમાં ‘ગલી બોય’ રિલીઝ થવાની છે. દીપીકા પણ મેઘના ગુલઝારના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ છપ્પાકમાં નજરે પડશે. આ ફિલ્મ દીપીકા માટે ખાસ હશે. કારણકે ફિલ્મમાં તે એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો રોલ નિભાવતી જોવા મળશે.
3/3
રણવીર સિંહે કહ્યું કે, તેની પત્નિ દીપીકા ગૃહિણી પ્રકારની છે. તેની આ વાત મને ખૂબ પ્રભાવિત કરે છે. હું ખુદને હસબન્ડ ઓફ ધ મિલેનિયમની જેમ જોવા માંગુ છું. ઈન્ટરવ્યૂમાં રણવીર સિંહે પ્રોફેશનલ લાઇફ, પર્સનલ લાઇફ સાથે સંકળાયેલી વાતો શેર કરી હતી.