રણવીર તેની ભૂમિકા માટે કપિલની ટેવો અને વર્તનને શિખવા માટે મોહાલીમાં ત્રણ સપ્તાહ તેમની સાથે રહેશે. તે પૂર્વ ક્રિકેટરની બોલિંગની અનોખી શૈલી પણ શીખશે. આ એક અનોખી ફિલ્મ બનશે જે 10 એપ્રિલ 2020ના રોજ રિલિઝ થશે.
2/3
નવી દિલ્હીઃ કબીર ખાનની ફિલ્મ 83માં કપિલ દેવની ભૂમિકા ભજવનાર રણવીર સિંહ આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ માટે પૂર્વ દિગ્ગજ ક્રિકેટરની સાથે ટૂંકમાં જ ટ્રેનિંગ શરૂ કરશે. 1983 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચી ચૂકેલ ટીમ ઇન્ડિયાની જીતની કહાની આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં રણવીર સિંહને ખુદ કપિલ દેવ જ ટ્રેઈન કરશે. તેના માટે રણવીર સિંહ મોહાલીના સ્ટેડિયમમાં ક્રિકેટની ટ્રેનિંગ લેવાનું શરૂ પણ કરી ચૂક્યો છે.
3/3
રણવીરે એક નિવેદનમાં જણાવ્યું કે હું કપિલ સર સાથે સમય પસાર કરવા ઉતાવળો છું. મને લાગે છે કે તેમની સાથે પસાર કરેલ સમય પોતાના માટે તેમના વ્યક્તિત્વને અનુરૂપ કરવામાં મદદરૂપ થશે. વધુમાં તેમણે કહ્યું કે હું તેમનાથી જેટલું શીખી શકું છુ તેટલું શિખવા માગુ છું. તેમની વાતો, તેમના અનુભવ, તેમના વિચાર, તેમની ભાવના, તેમના હાવભાવ, તેમની ઉર્જા.