શોધખોળ કરો
જાણીતા રેપર બાદશાહે કહ્યું, હું પાર્ટીઓમાં નથી જતો, સોશિયલ મીડિયા પોસ્ટમાંથી લઉ છું પ્રેરણા
મિત્રો પાસેથી મદદ લેવા અંગે બાદશાહે કહ્યું, રિસર્ચ અને ગીતો લખવા માટે હું પોસ્ટનો ઉપયોગ કરું છું. જ્યારે હું મિત્રોને મળું છું ત્યારે તેમને વિસ્તારથી જણાવું છું.
મુંબઈઃ જાણીતા પંજાબી રેપર બાદશાહે કહ્યું છે કે તેને પાર્ટી કરવી કે પાર્ટીમાં જવામાં રસ નથી. જાણીતા પાર્ટીના ગીતો લખવામાં મને મારા મિત્રો મદદ કરે છે. મારા મિત્રો અને પરિચિતોએ મોકલેલી સોશિયલ મીડિયા પોસ્ટમાંથી હું પ્રેરણા લેતો રહું છું.
મિત્રો પાસેથી મદદ લેવા અંગે બાદશાહે કહ્યું, રિસર્ચ અને ગીતો લખવા માટે હું પોસ્ટનો ઉપયોગ કરું છું. જ્યારે હું મિત્રોને મળું છું ત્યારે તેમને વિસ્તારથી જણાવું છું. બાદશાહે પાર્ટી નંબરોમાં, કર ગઈ ચુલ, અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ સામેલ છે. જ્યારે બિન ફિલ્મી ગીતોમાં ડીજે વાલે બાબુ, મર્સી અને શી મૂવ ઈટ લાઇકનો સમાવેશ થાય છે.
બાદશાહે ઉપરોક્ત નિવેદન ધ કપિલ શર્મા શોમાં આપ્યું છે. હાલ તે સોનાક્ષી સિંહા સાથે ખાનદાની શફાખાના ફિલ્મથી એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ફિલ્મ બે ઓગષ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વધુ વાંચો





















