શોધખોળ કરો
Advertisement
કાસ્ટિંગ કાઉચ પર આ બોલિવૂડ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- તેણે મારા ડ્રિન્કમાં નશીલી દવા ભેળવી અને પછી....
રશ્મિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી નવી હતી ત્યારે તેને કોઈએ કહ્યું હતું કે, કાસ્ટિંગ કાઉચમાંથી જો તું પસાર નહીં થા તો કામ નહીં મળે અને આગળ નહીં વધી શકે.
નવી દિલ્હીઃ રિયાલિટી શો બિગ બિસ 13 ખત્મ થઈ ગયો છે, પરંતુ શો સાથે જોડાયેલ તમામ કન્ટેસ્ટન્ટ્સ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેછે. કંઈક આવું જ શોની ફિનાલેમાં ટોપ 4 કન્ટેસ્ટન્ટમાં સ્થાન બનાવનાર રશ્મિ દેસાઈનું છે. શો ખત્મ થયા બાદ પણ રશ્મિ દેસાઈ સતત ચર્ચામાં છે. રશ્મિએ એકથી મોટા એક શોઝ કર્યા છે. તેમની એક્ટિંગને પસંદ કરવામાં આવે છે. પરંતુ આ લક્ષ્યને મેળવવા માટે તેને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. રશ્મિએ એક ઇન્ટરવ્યુમાં તેની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચના અનુભવને શેર કર્યો છે.
જ્યારે રશ્મિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી નવી હતી ત્યારે તેને કોઈએ કહ્યું હતું કે, કાસ્ટિંગ કાઉચમાંથી જો તું પસાર નહીં થા તો કામ નહીં મળે અને આગળ નહીં વધી શકે. હવે રશ્મિએ નામ લઈને ખુલાસો કર્યો કે, એનું નામ સુરજ હતું. તે અત્યારે ક્યાં છે અને કઈ પરિસ્થિતિમાં છે તે હું નથી જાણતી. પહેલી વાર જ્યારે હું એને મળી હતી ત્યારે તેણે મને statistics વિશે પૂછ્યું હતું. મને ત્યારે એના વિશે ખબર નહોતી. અને એ માણસ એવું જાણવા માંગતો હતો કે હું આ ફિલ્ડમાં નવી છું.
'તે પેહલો પુરુષ હતો જેણે મારો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે મારી સાથે છેડછાડ કરવાના પ્રયત્ન કર્યા હતા. એક દિવસ સૂરજે મને ઓડિશન માટે બોલાવી હતી અને હું ખુબજ એક્સાઈટેડ હતી.'
આગળ વધતા રશ્મિએ કહ્યુ કે,' હું ત્યાં પહોંચી ગઈ હતી અને સૂરજ સિવાય ત્યાં કોઈ હતું નહી. કોઈ કેમેરો પણ ન હતો. તેને મારી ડ્રિન્કમાં કંઈક ભેળવીને અને મને બેભાન કરવાની પુરી તૈયારી કરી હતી. હું બોલતી રહી મારે ડ્રિન્ક નથી જોઈતું.' કંઈ પણ કરીને મે અઢી કલાક ત્યાંથી પસાર કરીને ભાગવામાં સફળ રહી. ઘરે જઈને બધી વાત મારી માતાને કરી. બીજા દિવસે માતાએ જઈને એને એક લાફો ઝીંકી દીધો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement