શોધખોળ કરો

બીજી વખત મા બનવાની છે અમેરિકન સિંગર Rihanna, લાઈવ પરફોર્મન્સમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

Rihanna:  અમેરિકન સિંગર રિહાન્ના બીજી વખત પ્રેગ્નન્ટ છે. તાજેતરમાં સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન રિહાન્નાએ સ્ટેજ પર તેના બેબી બમ્પને પણ ફ્લોન્ટ કર્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Rihanna Second Pregnancy: હોલીવુડની ખૂબ જ પ્રખ્યાત ગાયિકા રિહાન્નાએ 2023માં સુપર બાઉલમાં તેના હાફ ટાઈમ પરફોર્મન્સથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી. તેના દમદાર પર્ફોમન્સ પહેલા એવી અટકળો પણ હતી કે તે સુપર બાઉલમાં મોટી જાહેરાત કરી શકે છે. આ દરમિયાન કેટલાક એવા સંકેતો પણ મળ્યા હતા જેના પરથી અફવાઓ ઉડી હતી કે ગાયિકા ગર્ભવતી છે. તે જ સમયે સિંગરની પ્રેગ્નન્સીની વાતને સમર્થન મળ્યું છે. રિહાન્ના પહેલેથી જ એક પુત્રની માતા છે.

શા માટે રિહાન્નાની ગર્ભાવસ્થાની અફવાઓ ઉડી ?

હાફટાઇમ સુપર બાઉલ પ્રદર્શન દરમિયાન રિહાન્ના વિશે અફવાઓ હતી કે તે ફરીથી ગર્ભવતી છે. TMZના અહેવાલ મુજબ ગાયક પર્ફોર્મન્સ દરમિયાન તેના પેટ પર હાથ ફેરવતી જોવા મળે છે. અને તેના કપડાંની ઝિપ ખોલી તે તેના બેબીબમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે રિહાના ગર્ભવતી છે.

રિહાન્નાએ વર્ષ 2022માં તેના પુત્રનું સ્વાગત કર્યું હતું

તમને જણાવી દઈએ કે ગ્રેમી વિનર રિહાન્ના અને તેના બોયફ્રેન્ડ રેપર ASAP રોકીએ વર્ષ 2022 માં તેમના પુત્રનું સ્વાગત કર્યું હતું. સિંગરે પોતાની પહેલી પ્રેગ્નન્સી દરમિયાન પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ દરમિયાન તેણે ઘણા ફોટોશૂટ કરાવ્યા હતા.

રિહાન્નાનું 2023 સુપર બાઉલ પર્ફોર્મન્સ

રિહાન્ના 2023 સુપર બાઉલ સ્ટેજ પર હિટ કરતી જોવા મળી હતી. આ ઈવેન્ટ અમેરિકાની સૌથી મોટી ફૂટબોલ ઈવેન્ટમાંથી એક છે જેમાં વિશ્વના સૌથી મોટા ગાયકો પરફોર્મ કરે છે. આ દરમિયાન રિહાન્નાએ ઈવેન્ટમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી અને તેના શોમાં ડાયમંડ, રુડ બોય અને વર્ક સહિત ઘણા ક્લાસિકનો સમાવેશ કર્યો. આને રિહાન્નાના પુનરાગમન તરીકે ગણી શકાય કારણ કે તે 2018 પછી તેનું પ્રથમ જીવંત પ્રદર્શન હતું. સિંગરે લગભગ સાત વર્ષથી એક પણ આલ્બમ બહાર પાડ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget