નિર્માતા રિતેશ સિધવાનીએ જણાવ્યું કે, તેની બે નેશનલ એવોર્ડ જીતનાર આ ફિલ્મના આઠ વર્ષ પૂરા થવા અને તેની સીક્વલ પર કામ થવું બન્ને તેના માટે વિશેષ છે.
2/8
11 નવેમ્બરના રોજ રીલિઝ થનારી રોક ઓન-2નું ડાયરેક્શન શુજાત સૌદાગરે કર્યું છે.
3/8
રોક ઓન ફિલ્મને રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની નિર્માતા જોડીએ બનાવી હતી. તેમાં ફરહાન અખ્તરે જ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે અર્જુન રામપાલ, પૂરબ કોહલી, શ્રદ્ધા ગોસ્માવી અને પ્રાચી દેસાઈને પણ તેના અભિનય માટે પ્રશંસા મળી હતી.
4/8
ફિલ્મમાં ફરહાન અખ્તર, અર્જુન રામાલ, પૂરબ કોહલી, પ્રાચી દેસાઈ અને શ્રદ્ધા કપૂર છે.
5/8
ફિલ્મ સંગીત, જુનૂન અને મિત્રતાના સાથની કહાની છે.
6/8
હવે બધા રોક ઓન-2ની રીલિઝ થવાની રાહ જોઈ રહ્યા છે. રોક ઓન-2માં પ્રથમ ભાગનાં લગભગ તમામ કેરેક્ટર છે, બસ શ્રદ્ધા કપૂર તેમાં જોડાઈ છે.
7/8
આઠ વર્ષ પહેલા આવેલ રોક ઓને દર્શકોના દિલમાં જે સ્થાન બનાવ્યું હતું તે જ આજે પણ જળવાઈ રહ્યું છે. ફિલ્મમાં ત્રણ મિત્રોની મ્યૂઝિકલ કહાની હતી, જે જીવનને ફેશનની સાથે જીવવાનો સંદંશ આપતી હતી.
8/8
મ્યૂઝિકલ ફિલ્મ 'રોક ઓન-2'નું પ્રથમ પોસ્ટર રીલિઝ થયું છે. આ પોસ્ટર ગઈકાલે જ સોશિયલ મીડિયા પર રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલમની ટેગલાઈન 'every generation finds its voice' છે.