જેક્લીન ખુરશી પર બેઠી છે અને સલમાન પાછળ ઊભો છે. કાશ્મીરની ઠંડીમાં જેક્લીન બ્લેંકેટ અને ગરમ કપડાં પહેરીને બેઠી છે તો સલમાન શર્ટલેસ જોવા મળે છે. અન્ય એક તસવીરમાં સલમાન સાઈકલ ચલાવતો જોવા મળે છે.
4/6
‘રેસ-3’ 15 જૂને રિલીઝ થશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. ફાઈનલ શૂટિંગ સોનમર્ગમાં થઈ રહ્યું છે. સોનમર્ગની શૂટિંગની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. જેમાં કાશ્મીરના પહાડોની વચ્ચે સલમાન અને જેક્લીન જોવા મળે છે.
5/6
કાશ્મીરમાં સલમાનની સાથે અભિનેત્રી જેક્લીન ફર્નાંડિસ પણ છે. સલમાન અને જેક્લીનની એક તસવીર ઈંટરનેટ પર વાયરલ થઈ રહી છે. ‘રેસ-3’માં સલમાન સિવાય બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સલમાન, જેક્લીન સિવાય બોબીનો પણ બોલ્ડ એક્શન લૂક જોવા મળશે. ફિલ્મમાં સલમાનની ખાસ ફ્રેંડ ડેઝી શાહ સંજનાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં અનિલ કપૂર પણ જોવા મળશે.
6/6
નવી દિલ્હીઃ સલમાન ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ રેસ-3ના ફાઈનલ શૂટિંગમાં વ્યસ્ત છે. કાશ્મીરમાં શૂટિંગ દરમિયાન તેની સાથે ફિલ્મની સહ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસ પણ હાજર છે. સલમાન અને જેક્લીનની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે તે પણ એક ખાસ કારણે.