વેલ આપને જણાવી દઇએ કે, સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. તેની પહેલી પત્ની રિચા શર્મા છે. જેની દીકરી ત્રિશલા છે. તેનાં લગ્ન 1987માં થયા હતાં રિચાનું નિધન 1996માં કેન્સરનાં કારણે થયુ હતું. તેની બીજી પત્ની રેહા પિલ્લાઇ છે જેણે સંજય સાથેથી છુટાછેડા લઇ લીધા હતાં. રેહા સાથે તેનાં લગ્ન 1998માં થયા હતાં અને આ લગ્ન 2008 સુધી ટક્યા હતાં. બાદમાં રેહાએ બાદમાં ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે લગ્ન કર્યા હતાં. તેનાં લિએન્ડર સાથે પણ છુટાછેડા થઇ ગયા હતાં. અને વર્ષ 2008માં જ સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા હતાં.
2/3
સલમાને કપિલ સાથે વાત કરતાં ખુલાસો કર્યો કે, બાબા એટલે કે સંજય દત્તની હાલત જોઇને તેનો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. સલમાન ખાને આ વીડિયોમાં જણાવ્યું છે કે, 'સંજૂ બાબા એક વખત મને લગ્નનાં ફાયદા જણાવતો હતો અને મને લગ્ન કરવાં માટે સમજાવતો હતો. તે મને કહેતો હતો ત્યારે વારંવાર તેનાં ફોનની રિંગ વાગી. તે કહેતો હતો કે તુ શૂટિંગમાંથી થાકેલો આવીશ કે તારી પત્ની ઘરે તારો ખ્યાલ રાખશે, માથુ દબાવશે. લગ્ન એક શ્રેષ્ઠ કામ છે. પણ વાતોની વચ્ચે સતત તેનાં ફોનની રિંગ વાગતી હતી. આખરે તેણે વચ્ચે વાત કરીને તે ફોન ઉઠાવ્યો અને બબડતો ચાલ્યો ગયો.' આ કહીને સલમાન જોરથી હસવાં લાગે છે.
3/3
નવી દિલ્હીઃ સલમાન ખાન આ વખતે કપિલ શર્માના કોમેડી શોમાં જોવા મળશે. આ દરમિયાન કપિલ શર્માની સથે તેણે ખૂબ મસ્તી કરી. બોલિવૂડના દબંગ સલમાન ખાને કપિલ શર્માના શો પર પોતાના અને સંજય દત્તનો એક કિસ્સો પણ સંભળાવ્યો.