શોધખોળ કરો
સલમાનનો રોજનો ભોજનનો ખર્ચ છે 8000 રૂપિયા, જાણો રોજ શું ખાય છે ? બહુ ભાવતું હોવા છતાં શું નથી ખાતો ?
1/4

સલમાન ફિટ રહેવા જિમમાં ખૂબ જ પરસેવો વહાવતો હોય છે. તેથી તે વર્કાઉટ પહેલા બે ઇંડાની સફેદી ખાય છે, એમિનો એસિડની ટેબલેટ અને પ્રોટીન શેક લે છે. વર્કઆઉટ બાદ તે બદામ, ઓટ્સ, ત્રણ ઇંડાની સફેદી અને પ્રોટીન બાર લે છે. સલમાનને બિરિયાની બહુ ભાવે છે. તે ફિલ્મના સેટ પર ફ્રી ટાઇમમાં બિરિયાની ખાતો અચૂક નજરે ચડે છે.
2/4

પાઉંભાજી, આઇસક્રિમ અને પિઝ્ઝા તેના ફેવરિટ છે. પરંતુ તેના ટ્રેનરની સલાહને કારણે તેણે આ વાનગીઓને ડાયટ પ્લાનથી બહાર કાઢી નાખી છે. એટલું જ નહીં સલમાનને દક્ષિણ ભારતીય વાનગીઓ બહુ ભાવે છે. તે રોજ એક વખત સાઉથ ઇન્ડિયન ડિશ આરોગે છે.
3/4

સલમાન ખાનના આહારની વાત કરીએ તો તે સવારે ઊઠીને નિયમિત લેમન હની વોટરનો એક ગ્લાસ પીએ છે. ત્યારબાદ તે પ્રોટીનથી ભરપુર પાંચ ઇંડા ખાય છે. જે ઘણી વખત બાફેલા ખાય અથવા તો તેની આમલેટ બનાવીને ખાય છે. અઠવાડિયામાં ત્રણ ચાર વખત સલમાન ફક્ત સવારના નાસ્તામાં વિવિધ ફળ આરોગે છે. તેને ભારતીય અને ઇટાલિયન વાનગીઓ મનભાવતી છે.
4/4

મુંબઈઃ બોલિવૂડના દરેક સ્ટારને કોઈને કોઈ અલગ શોખ હોય છે. તેવી જ રીતે આ સુપરસ્ટારના શોખ ક્યારેક ચર્ચામાં પણ આવે છે. સલમાન ખાન પણ એવા છે જે પોતાના શોખ માટે જાણીતા છે. સલમાન ખાન પોતાના ગુસ્સાની સાથે સાથે દરિયાદિલી માટે જાણીતા છે. પરંતુ તમે ભાગ્યે જ ખબર હશે કે સલમાન ખાનને ખાવાનો પણ ખૂબ શોખ છે. ૫૨ વર્ષીય સલમાન ખાન ફિટ રહેવા માટે સ્વાસ્થ્યવર્ધક આહાર લે છે. કહેવાય છે કે તેનો રોજનો ખાવાનો ખર્ચો જ ફક્ત 8000 રૂપિયા છે.
Published at : 31 Aug 2018 09:45 AM (IST)
View More





















