શોધખોળ કરો
Advertisement
ભારતીય વાયુસેનાની બહાદુરી પર સલમાન ખાનનું ટ્વિટ, કહ્યું, 'ભારતીય વાયુસેનાને નમન...જય હો'
મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના સીઆરપીએફના જવાનો કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા, આ હુમલાનો બદલો ભારતે આજે લીધો છે. 26 ફેબ્રુઆરીના સવારે આશરે 3.12 વાગ્યે ભારતીય વાયુસેનાએ 12 મિરાજ-2000 વિમાનો દ્વારા પીઓકેમાં ધમધમતા 12 આતંકી કેમ્પોને ઉડાવી દીધા, એરફોર્સના આ એટેકમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના 350થી વધુ આતંકીઓ ઠાર માર્યા છે.
ભારતની આ એર સ્ટ્રાઈક બાદ સેલિબબ્રિટીઝ તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બોલીવૂડના દબંગ ખાને પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સલમાન ખાને ટ્વિટ કરી વાયુસેનાના જવાનોને શુભકામના આપી અને લખ્યું, ભારતીય વાયુસેનાને નમન...જય હો વાંચો: પુલવામાનો બદલોઃ બોલિવૂડે કંઈક આ અંદાજમાં કરી એરફોર્સને સલામ સલમાન ખાને પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના પરિવારની મદદ કરી હતી. સલમાનના ફાઉન્ડેશન બીઈંગ હ્યૂમને આ મદદ કરી હતી. સલમાન ખાન દ્વારા કરવામાં આવેલી મદદ માટે કેંદ્રીય ગૃહ મંત્રી કિરણ રિજિજૂએ ટ્વિટ કરી સલમાન ખાનનો આભાર માન્યો હતો.Respect @IAF_MCC Indian Air Force... Jai ho !!!
— Salman Khan (@BeingSalmanKhan) February 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
મનોરંજન
Advertisement