શોધખોળ કરો
Advertisement
બીજી વખત માતા બની બોલિવૂડની આ એક્ટ્રેસ, દીકરીને આપ્યો જન્મ
સમીરા અને અક્ષયના ત્યાં આજે સવારે દીકરીનો જન્મ થયો છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી ફરી માતા બની છે. તેણે દીકરને જન્મ આપ્યો છે. સમીરાએ મુંબઈના ખાર સ્થિત એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. સમીરા અને તેનો પતિ અક્ષય વરડે આજે બીજી વખત માતા-પિતા બન્યા. સમીરાને 7 વર્ષનો દીકરો હર્ષ છે.
સમીરા અને અક્ષયના ત્યાં આજે સવારે દીકરીનો જન્મ થયો છે. સમીરાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને દીકરીના જન્મની ખુશી વ્યક્ત કરી છે. સમીરાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીની ઝલક શેર કરતાં લખ્યું, “અમારી નાનકડી પરી આજે સવારે જન્મી. મારી બેબી ગર્લ! તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.”
દીકરીના જન્મના બે દિવસ પહેલા સમીરાએ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે મેકઅપ વિના દેખાઈ હતી. વીડિયો શેર કરતાં સમીરાએ લખ્યું, “આ હું છું. બાળકને જન્મ આપવા માટે લગભગ તૈયાર. મને ખબર છે કે હું ધમાકા સાથે પાછી ફરીશ અને કોઈ મારા વિશે મંતવ્ય બાંધશે તો મને તેનાથી કોઈ ફરક નહીં પડે. હું મેકઅપ વિના કેવી દેખાઉં છું તે મારે લોકો સાથે શેર કરવું હતું. સવારે ઉઠીને મારો ચહેરો આવો હોય છે. મારા માટે આ બાબત ઉજવવી સૌથી વધુ અગત્યની છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement