શોધખોળ કરો
VIDEO: પોતાના મેકઅપ આર્ટિસ્ટના લગ્નમાં પહોંચ્યો આ સ્ટાર એક્ટર, મેહમાનોનું આવું હતું રિએક્શન
થોડા દિવસ પહેલાં શાહરૂખ ખાનનાં હેર સ્ટાઇલિસ્ટ રાજ ગુપ્તાની બહેનનાં લગ્ન હતાં. આ સમયે શાહરૂખ ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

નવી દિલ્હીઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની એક ઝલક જોવા માટે લોકો શું નથી કરતા હોતા. મોટેભાગે પોતાના ઘરની બહાર હજારો ફેન તેમને જોવા માટે આવી પહોંચે છે અને શાહરૂખ ખાન પોતાના ફેનને નિરાશ પણ નથી કરતા. હાલમાં જ શાહરૂખ ખાને કંઈક એવું કર્યું જેનાથી લોકો ચોંકી ગયા.
થોડા દિવસ પહેલાં શાહરૂખ ખાનનાં હેર સ્ટાઇલિસ્ટ રાજ ગુપ્તાની બહેનનાં લગ્ન હતાં. આ સમયે શાહરૂખ ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં ઘણાં મહેમાન હાજર રહ્યાં હતાં. દરેક તેમનાં સપનાંનાં નાયકનો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં.
અંતમાં કિંગ ખાન બ્લેક સૂટમાં આવે છે અને નવ વરવધૂને ગળે લગાવીને આશિર્વાદ આપે છે. શાહરૂખ ખાનનો નવદંપતિને આશિર્વાદ આપતો અને ગળે મળતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વધુ વાંચો





















