શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાક કલાકારો પર બેન બાદ શાહરૂખ ખાન અને માહિરા ખાન ખાનગી લોકેશન પર કરશે ‘રઈસ’ ની શુટિંગ
મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’ માંથી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનને દૂર કરવામાં નથી આવી. હાલમાં જ ઉરી હુમલા બાદ પાક કલાકારો પર બેનની વાત ચાલી રહી છે, ત્યારે ખબર હતી કે શાહરૂખની ફિલ્મ ‘રઈસ’ માં પાક અભિનેત્રી માહિરા ખાનને નહી લેવામાં આવે, પરંતુ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ફિલ્મના પ્રોડ્યૂસર્સ રિતેશ સિધવાણી, ફરહાન અખતર, શાહરૂખ ખાન અને ડાયરેક્ટર રાહુલ ધોળકિયાનું માનવું છે કે ફિલ્મ 26 જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે, ત્યાં સુધીમાં આ મુદ્દો ઠંડો પડી જશે.
માહિરા ખાનના કેટલાક સીનની શુટિંગ પહેલા જ કરી દેવામાં આવી છે, જ્યારે બાકી રહેલી શુટિંગ અબૂધાબીમાં થશે. માહિરાખાને શાહરૂખ ખાન સાથે અલગ અલગ લોકેશન પર 20 દિવસની શુટિંગ પહેલા જ પૂર્ણ કરી દિધી છે. હાલમાં શાહરૂખ ખાન આલિયા સાથે આવનારી ફિલ્મ ‘ડિયર જિંદગી’ ધ્યાન કેંદ્રીત કરી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion