Jawan:વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા શાહરૂખ ખાન, ફિલ્મ જવાનની સક્સેસ માટે કરી પ્રાર્થના, જુઓ વીડિયો
Shah Rukh Khan Video: બોલિવૂડના કિંગ ખાન પોતાની ફિલ્મ જવાનની સફળતા માટે મા વૈષ્ણો દેવીના દરબારમાં ગયા હતા. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Jawan Film:શાહરૂખ ખાન હાલ પોતાની અપ કમિંગ ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા તેનું બીજું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે. જવાનનું બીજું ટ્રેલર 31 ઓગસ્ટે રિલીઝ થશે. ટ્રેલર રિલીઝ થતા પહેલા શાહરૂખ ખાન મા વૈષ્ણો દેવીના દરબારમાં માથું ટેકવવા પહોંચ્યા હતા..શાહરૂખનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં શાહરૂખ કડક સુરક્ષા વચ્ચે જોવા મળી રહ્યો છે. તેના વિશે કોઈને ખબર ન પડે તે માટે તેણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો છે. શાહરૂખ બ્રોડ બિગ સાઇઝ ટી-શર્ટ, બ્લુ જેકેટ અને ડેનિમ પહેરેલુ જોવા મળે છે. શાહરૂખે પોતાનું માથું જેકેટથી ઢાંક્યું છે અને માસ્કથી ચહેરો ઢાંક્યો છે.
વીડિયો વાયરલ
#ShahRukhKhan 🥹visits Mata Vaishno Devi days ahead of #Jawan release. #JawanPreReleaseEvent #JawanAudiolaunch pic.twitter.com/sLngShSBWs
— its_SRK (@fardeen_srkian) August 30, 2023
શાહરૂખ ખાનના ફેન્સ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. શાહરૂખના ફેન પેજમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતા એક ફેને લખ્યું- 'જવાનની રિલીઝ પહેલા શાહરૂખ ખાન મા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયો હતા. ખાન સાહેબનું એક જ દિલ છે, તમે કેટલી વાર જીતશો.
જવાનની વાત કરીએ તો ફેન્સ તેના બીજા ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ફિલ્મનું ટ્રેલર રિલીઝના સાત દિવસ પહેલા રિલીઝ કરવા જઈ રહ્યું છે. ફિલ્મના અત્યાર સુધીમાં ઘણા ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. આ ગીતોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ગીતો ટ્રેન્ડીંગ લિસ્ટમાં પણ છે.
જવાનનું નિર્દેશન અટલી કુમારે કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો કેમિયો પણ છે. પ્રિવ્યૂમાં દીપિકાની ઝલક ચાહકોને બતાવવામાં આવી છે.