શાહરૂખની દીકરી સુહાનાએ કઝિન આલિયાને સ્ટાઈલમાં કર્યું બર્થ ડે વિશ, જાણો કોણે છે આલિયા ?
સુહાના ખાન અને આલિયા છિબા બંને સ્ટ્રેપલેસ ડ્રેસમાં જોવા મળી રહ્યાં છે. સુહાનાએ આલિયા છિબા સાથેની પોતાની મિરર સેલ્ફી પણ પોસ્ટ કરી છે.
મુંબઇ : શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને મુંબઈમાં આવતાં જ પાર્ટીઓ શરૂ કરી દીધી છે અને પોતાના ગ્લેમરસ ફોટા મૂકવા માંડી છે. સુહાના ખાને સોમવારે પોતાની પિતરાઈ આલિયા છિબાના બર્થ ડે પર પોતાના આલિયા સાથેના ગ્લેમરસ ફોટા ઈન્સ્ટાગ્રામ પર મૂકીને તેને વિશ કર્યું હતું. આલિયા છિબા શાહરૂખની પત્નિ ગૌરી ખાનના ભાઈ વિક્રાન્ત છિબાની દીકરી છે.
સુહાના ખાન અને આલિયા છિબા બંને સ્ટ્રેપલેસ ડ્રેસમાં જોવા મળી રહ્યાં છે. સુહાનાએ આલિયા છિબા સાથેની પોતાની મિરર સેલ્ફી પણ પોસ્ટ કરી છે.
સુહાના ઉત્તરાયણના દિવસે જ મુંબઈ પાછી ફરી છે. સુહાના બહુ જલદી ફિલ્મોમાં એન્ટ્રી કરશે. સુહાના કરણ જૌહરની ધર્મા પ્રોડક્શન અથવા આદિત્ય ચોપરાની યશરાજ બેનર એ બે પ્રોડક્શન હાઉસમાંથી એક પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કામ કરીને ડેબ્યુ કરસે એ નક્કી છે. કરણ જૌહર અને આદિત્ય ચોપરા બંને શાહરૂખ ખાનની અત્યંત નજીક મનાય છે.
સુહાનાએ નવેમ્બર, 2019માં આવેલી 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ'માં કામ કર્યું હતું. અંગ્રેજીમાં બનેલી આ 10 મિનિટની શોર્ટ ફિલ્મમાં સુહાનાના પર્ફોર્મંન્સની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. સુહાનાને અંગ્રેજીમાં બીજી ફિલ્મોની ઓફર પણ છે પણ સુહાના સુહાના બોલીવૂડમાં કામ કરવા માગે છે. તેણે અભ્યાસ ફિલ્મ મેકિંગનો પૂરો કરી લીધો છે અને હવે સુહાના બોલીવૂડના કયા પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી બોલીવૂડમાં એન્ટ્રી કરવા માગે છે તેના પર ખાન પરિવાર ચર્ચા કરી રહ્યા છે. સુહાના ધર્મા પ્રોડક્શન અથવા યશરાજ બેનર એ બેમાંથી એક પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કામ કરે એવી શક્યતા છે.
સુહાના 21 વર્ષની છે અને ન્યૂયોર્કમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઇ પાછી આવી છે. 14 જાન્યુઆરીએ સુહાના ખાન મુંબઇમાં જોવા મળી હતી. સુહાના કારમાં જઈ રહી હતી ત્યારે ફોટોગ્રાફરો તેને જોઈ જતાં દોડ્યા હતા. સુહાના ખાને ફોટોગ્રાફરો સામે જોઇને હાથ હલાવ્યો હતો.
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો