નવી દિલ્હીઃ એક્ટ્રેસ શમા સિંકદરે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે મીટૂ કેમ્પેઈનને કારણે ચર્ચામાં આવી છે. શમાએ અન્ય મહિલાઓની જેમ જ #MeToo કેમ્પેઈનનું સમર્થન કર્યું છે અને પોતાની સાથે થયેલ વર્તનનો ખુલાસો કર્યો છે.
2/3
ઇન્ટરવ્યૂમાં જ્યારે શમાને આલોકનાથ પર યૌન શોષણના આરોપ વિશે પૂછવામાં આવ્યુ તો તેને જણાવ્યુ 'આ મારા માટે ચોંકાવનારી વાત છે, જોકે મે ક્યારેય આલોક સાથે કામ કર્યુ નથી પરંતુ ફિલ્મી પરદા પર એક્ટ્રેસ અને એક્ટર્સનું અસલી ચરિત્ર નથી હોતું.' 37 વર્ષીય એક્ટ્રેસે કહ્યું કે ઇન્ડસ્ટ્રીની હકીકત આ જ છે કે લોકો આમ-સહમતીમાં કઇક અલગ જ સમજે છે. અંતમાં તેને તે તમામ એક્ટ્રેસિસની પ્રશંસા કરી હતી જેમને મીટૂ હેઠળ અલગ-અલગ બોલિવૂડ સ્ટાર્સ પર આરોપ લગાવ્યા છે.
3/3
શમા સિકંદરે જણાવ્યું, 'હું 14 વર્ષની હતી જ્યારે એક ડિરેક્ટરે મારા પગ પર હાથ રાખી દીધો હતો, મે તરત જ તેને આમ કરવાની ના પાડી તો તો તેમણે મને કહ્યું કે અહી કોઇ નહી છોડે. પછી તે ડિરેક્ટર, એક્ટર અને પ્રોડ્યૂસર જ કેમ ના હોય તેમના વગર તમે આગળ પણ વધી નથી શકતા. શમાએ જણાવ્યુ કે આ ઘટના બાદ તે ડરી ગઇ હતી.