નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ રીના અગ્રવાલની સાથે મોટી દુર્ઘટના થઈ છે. ક્યા હાલ મિસ્ટર પંચાલની પોપ્યુલર એક્ટ્રેસ રીનાને એક કુતરાએ ચહેરા પર બચકું ભરી લીધું છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે એક્ટ્રેસ શૂટિંગ કરી રહી હતી. એક્ટ્રેસને ડોક્ટરે ટાંકા લીધા છે. તેની સાથે જ રીનાને ડોક્ટરે એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે.
2/3
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, જ્યારે એક્ટ્રેસ શૂટિંગ સીક્વેંસ કરી રહી હતી, ત્યારે કૂતરો અગ્રેસિવ થઈ ગયો. એકટ્રેસ પર છલાંગ લગાવી અને ચહેરા પર બચકું ભરી લીધું. એક્ટ્રેસની આંખ નીચે તેને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ એક્ટ્રેસને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવી. ડોક્ટરોએ એક્ટ્રેસને બે ટાંકા લીધા અને ઈન્જેક્શન પણ આપ્યા.
3/3
આ ઘટના બાદ રીના થોડા દિવસો માટે કામ કરી શકશે નહીં. રિપોર્ટસ મુજબ ઈજા સરખી થવામાં 20 થી 30 દિવસ લાગે. રીનાના ઘરમાં પણ Golden Retriever Breed છે. તે જાણે છે કે કૂતરાને કંઈ રીતે હેન્ડલ કરવામાં આવે છે. તેમ છતાં તેની સાથે આ ઘટના બની.