Shocking Video: ચાલતી ટ્રક પર બિયર રાખી પીતો રહ્યો બાઇકચાલક, વીડિયો થયો જોરદાર વાયરલ
Viral Video: સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં લોકોને રસ્તા પર ચાલતી વખતે ડ્રિંક એન્ડ ડ્રાઇવ ટાળવાની સૂચના આપવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ અનોખી રીતે આ નિયમનો ભંગ કરી રહ્યો છે.
Strange Viral Video: બેદરકારીથી વાહન ચલાવવાને કારણે રસ્તાઓ પર મોટા અકસ્માતો થવા સામાન્ય બની ગયું છે. સાથે જ કેટલાક લોકો દારૂ પીને પીધેલી હાલતમાં વાહન ચલાવે છે. જેને નિયંત્રિત કરવા માટે પોલીસ પ્રશાસન વિશ્વભરના દેશોમાં કડક કાર્યવાહી કરે છે લોકોને દારૂ પીને નશાની હાલતમાં વાહન ચલાવવાથી અટકાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનોખી રીતે આ નિયમનો ભંગ થતો જોઇ શકાય છે.
View this post on Instagram
સામાન્ય રીતે વિશ્વના ઘણા દેશોમાં માર્ગ અકસ્માતોને રોકવા માટે દારૂના નશામાં વાહન ચલાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બાઇક ચલાવતી વખતે બીયર પીતો જોવા મળે છે અને સિગારેટ પીતો પણ જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે આ દરમિયાન તે હાઈવે પર પોતાની બાઈક પણ હાઈ સ્પીડમાં ચલાવી રહ્યો છે.
દારૂના નશામાં હાઇવે પર વાહન ના ચલાવો
સોશિયલ મીડિયા પર સામે આવેલો આ વીડિયો યુઝરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. જેમાં એક બાઇક સવાર પોતાના પરાક્રમથી બધાને ચોંકાવી રહ્યો છે. વીડિયો બરાબર જોયા બાદ ખબર પડે છે કે બાઇક સવારે હાઇવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રકની પાછળ સીડી પર પોતાની બીયરની કેન રાખી છે. આ સાથે તે ફુલ સ્પીડમાં બાઇક ચલાવતી વખતે ધૂમ્રપાન કરવા માટે સિગારેટ પણ સળગાવે છે. આ પછી, તે બાઇકની સ્પીડ વધારી દે છે, ટ્રકની નજીક આવે છે, બિયરનું કેન ઉપાડે છે અને તેમાંથી બે ચુસ્કી લેવાનું શરૂ કરે છે. જેને જોયા બાદ યુઝર્સના મોં ખુલ્લા રહી ગયા છે.
વીડિયોને 8 મિલિયન વ્યૂઝ મળ્યા છે
રસ્તા પર અન્ય વાહનોમાં સવાર કેટલાક લોકો આ સમગ્ર ઘટનાને તેમના મોબાઈલમાં રેકોર્ડ કરે છે. હાલમાં આ રીતે પીવું અને વાહન ચલાવવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પરિબળ બની શકે છે. નશાની હાલતમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવતી વખતે સંતુલન ગુમાવવાથી પણ અકસ્માતમાં મૃત્યુ થઈ શકે છે. તે જ સમયે આ સમાચાર લખ્યા ત્યાં સુધી, આ વીડિયોને સોશિયલ મીડિયા પર 8 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને ત્રણ લાખ 35 હજારથી વધુ યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો છે.