શોધખોળ કરો
દેશના પ્રખ્યાત સિંગર પર કેનેડામાં થયો હુમલો, માથા પર આવ્યા ચાર ટાંકા, જાણો
ગુરૂ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે એક માણસ સતત સ્ટેજ આવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. શો પૂર્ણ થયા બાદ તે સ્ટેજ પાછળ આવી પહોંચ્યો હતો અને ચહેરા પર મુક્કો મારી હુમલો કર્યો હતો.

પંજાબી અને બોલીવૂડ ફિલ્મોમાં પોતાના સોંગ્સથી લાખો દિલો જીતનારા જાણીતા સિંગર ગુરૂ રંધાવા પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો છે. તેના પર આ હુમલો કેનેડાના વાન્કુવર શહેરમાં થયો છે. ગુરૂ રંધાવા રવિવારે રાત્રે પોતાનું પરફોર્મન્સ ખત્મ કરી નિકળી રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સે તેના પર હુમલો કર્યો હતો.
ગુરૂએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર સાથે પોસ્ટ શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે તેના માથા પર ચાર ટાંકા આવ્યા છે. હાલ ગુરૂ ખતરામાંથી બહાર છે. આ ઘટના 28 મી જુલાઈએ વાન્કુવરમાં બની હતી. ગુરૂ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે એક માણસ સતત સ્ટેજ આવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. શો પૂર્ણ થયા બાદ તે સ્ટેજ પાછળ આવી પહોંચ્યો હતો અને ચહેરા પર મુક્કો મારી હુમલો કર્યો હતો. ગુરૂએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે હવે ક્યારેય કેનેડામાં શો નહી કરે.
પંજાબી સિંગર ગુરૂ રંધાવા ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પોતાના અવાજ આપ્યો છે. ગુરૂ રંધાવાએ 'હાઈ રેટેડ ગબરૂ', 'લગ દી લાહોર', 'પટોલા', જેવા હીટ સોંગ્સ આપ્યા છે. ગુરૂનું 'તેનું સૂટ સૂટ કરદા' ગીત ખૂબ જ હીટ થયું હતું.
વધુ વાંચો





















