મીડિયા સાથેની વાતચીતમાં ઉદેપુરના મેયર ચંદ્ર સિંહ કોઠારીએ કહ્યું કે, આ સરકારી કાર્યક્રમ છે, અમે નથી ઇચ્છતા કે કોઇપણ પ્રકારનો વિવાદ થાય. કૈલાશ ખેર પર લાગેલા આરોપોને સાંભળની અમે તેમને ઇવેન્ટમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે, હવે તેમની જગ્યાએ સિંગર દર્શન રાવલ પ્રસ્તુતિ આપશે.
2/4
ઉલ્લેખનીય છે કે, સિંગર સોના મહાપાત્રા સિવાય અન્ય મહિલાઓએ પણ કૈલાશ ખેર પર યૌન શોષણના આરોપો લગાવ્યા હતા.
3/4
નવી દિલ્હીઃ ફેમસ ગાયક કૈલાશ ખેર પર થોડાક દિવસો પહેલા યૌન ઉત્પીડનના આરોપો લાગ્યા હતા. કેટલીક મહિલાઓએ તેમના પર આરોપો લગાવ્યા હતા, જેને લઇને હવે ઉદેપુરમાં દિવાળી પર યોજનારી એક મ્યૂઝિક ઇવેન્ટમાંથી કૈલાશ ખેરને હાંકી કાઢવામાં આવ્યા છે.
4/4
ઉદેપુરમાં 30 ઓક્ટોબરે દિવાળીના ઉપલક્ષ્યમાં સંગીત સંધ્યા સિંગર નાઇટ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમાં કૈલાશ ખેરને ગાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પણ જ્યારે તેમની ઉપર યૌન ઉત્પીડનનો ગંભીર આરોપ લાગ્યો તો આયોજકોએ તેમને ઇવેન્ટમાંથી હાટવી દીધા હતા.