શોધખોળ કરો
Advertisement
સોનમ કપૂર સાથે ટેક્સી ડ્રાઈવરે કરી ડરામણી હરકત, અંદરથી હચમચી ગઈ એક્ટ્રેસ
સોનમ કપૂરના ટ્વીટ બાદ ફેન્સ, ફ્રેન્ડ્સ-પરિવારજનો પણ કોમેન્ટ કરીને આખતે શું થયું તે બાબતે પૂછી રહ્યા છે.
મુંબઈઃ લાગે છે કે સોનમ કપૂર માટે સારો સમય ચાલી રહ્યો નથી. સોનમ કપૂર આ દિવસોમાં મુસાફરી કરી રહી છે અને તેની સાથે એક ખરાબ ઘટના બની રહી છે. થોડા સમય પહેલા મુસાફરી કરતી વખતે સોનમનો સામાન ખોવાઈ ગયો હતો અને હવે લંડનમાં તેની સાથે કંઈક એવું બન્યું હતું જેનાથી તે ખરાબ રીતે હચમચી ઉઠી છે.
લંડનમાં કેબ સર્વિસ ઉબર સાથેનો તેનો અનુભવ કેવી રીતે ડરામણો હતો તે અંગે સોનમે ટ્વીટ કરીને પોતાની આપવીતી કહી હતી. તેમણે લખ્યું, ‘મેં લંડન ઉબર સાથે કેટલાક ભયાનક અનુભવ કર્યા છે. કૃપા કરીને ધ્યાન રાખો. સારું રહેશે કે તમે અહીંની સ્થાનિક કેબ્સ અને સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરો અને સલામત રહો. હું ખરાબ રીતે હચમચી ગઈ છું.
સોનમ કપૂરના ટ્વીટ બાદ ફેન્સ, ફ્રેન્ડ્સ-પરિવારજનો પણ કોમેન્ટ કરીને આખતે શું થયું તે બાબતે પૂછી રહ્યા છે. એક યૂઝરે પૂછ્યું છે કે, ‘શું થયું સોનમ?. લંડનમાં કેબનો ઉપયોગ કરનાર તરીકે મારા માટે આ જાણવું મદદગાર સાબિત થશે’.
યૂઝરના આ સવાલ પર સોનમે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, કેબ ડ્રાઈવર માનસિક રૂપથી પરેશાન હતો અને તેના પર બૂમો પાડી રહ્યો હતો. સોનમે લખ્યું, ‘મારો ડ્રાઈવર અસ્થિર હતો, તે મોટે-મોટેથી બૂમો પાડી રહ્યો હતો. હું ખરાબ રીતે ડરી ગઈ છું’.
સોનમના ટ્વીટ બાદ ઉબરે પણ જવાબ આપ્યો છે. ઉબરના ગ્લોબલ હેલ્પલાઈન અકાઉન્ટે જવાબ આપતા કહ્યું કે, ‘તેનો કસ્ટમર કોઈ પણ વિશે તેને ડાયરેક્ટ ફરિયાદ કરી શકે છે’. જો કે, સોનમે તેની વાતનો કોઈ જવાબ આપ્યો નથી. આ ઘટના વાચ્યા બાદ એક્ટ્રેસના ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેની સલામતી વિશે પૂછી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલા સોનમ કપૂરે બ્રિટીશ એરવેઝ વિશે ટ્વીટ કર્યું હતું. સોનમે કહ્યું હતું કે તે કેવી રીતે ત્રીજી વખત આ એરલાઇનમાં મુસાફરી કરી રહી છે અને તેની બેગ બીજી વખત ખોવાઈ ગઈ છે. તેણે એમ પણ કહ્યું કે તે આમાંથી તેણે શીખ લીધી છે અને તે ફરીથી ક્યારેય બ્રિટીશ એરવેઝમાં મુસાફરી કરશે નહીં. તેના જવાબમાં બ્રિટીશ એરવેઝે સોનમની માફી માંગી અને વહેલી તકે તેની બેગ પાછા આપવાનું વચન આપ્યું હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion