(Source: ECI/ABP News/ABP Majha)
Adipurush First Look: આદિપુરુષના ફર્સ્ટ લૂક પૉસ્ટરમાં 'રામ' અવતારમાં તીર ચલાવતો દેખાયો પ્રભાસ, જાણો ક્યારે રિલીઝ થશે ટીજર
ફિલ્મ આદિપુરુષના આ લૂક પૉસ્ટમાં પ્રભાસ એકદમ શાનદાર અવતારમાં જોવા મળી રહ્યો છે. પૉસ્ટરમાં પ્રભાસ શ્રીરામના લૂકમાં દેખાઇ રહ્યો છે.
Prabhas Adipurush First Look Poster: સાઉથ સુપરસ્ટાર એક્ટરસ પ્રભાસ (Prabhas)ના ફેન્સને બાહુબલીનો ફરી એકવાર એપિક અવતાર જોવા મળશે. હવે પ્રભાસની આગામી ફિલ્મ આવી રહી છે. ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) નો ફર્સ્ટ લૂક રિલીઝ થઇ ચૂક્યો છે. મેકર્સે આ મચ અવેટેડ ફિલ્મનું ફર્સ્ટ લૂક પૉસ્ટર શેર કર્યુ છે, સાથે જ મેકર્સે ફિલ્મ આદિપુરુષના ટીજર રિલીઝ ડેટ પરથી પણ પડદો ઉઠાવી લીધો છે. આદિપુરુષમાં સ્ટાર એક્ટર પ્રભાસની સાથે બૉલીવુડ અભિનેત્રી કૃતિ સેનન લીડ રૉલમાં જોવા મળશે.
ફિલ્મ આદિપુરુષના આ લૂક પૉસ્ટમાં પ્રભાસ એકદમ શાનદાર અવતારમાં જોવા મળી રહ્યો છે. પૉસ્ટરમાં પ્રભાસ શ્રીરામના લૂકમાં દેખાઇ રહ્યો છે. પૉસ્ટરમાં પ્રભાસ હાથોમાં બાણ પકડેલો અને ઉપરની બાજુએ તીર ચલાવતો દેખાઇ રહ્યો છે. પૉસ્ટરના બેકગ્રાઉન્ડમાં જોરથી વીજળી પડતી દેખાઇ રહી છે. પૉસ્ટરને જોઇને એવુ લાગી રહ્યું છે કેક માનો પ્રભાસ કોઇ સમુદ્રની વચ્ચે કે આસપાસ ઉભો છે.
'આદિપુરુષ' (Adipurush) ના આ ફર્સ્ટ લૂક પૉસ્ટરને અભિનેતા પ્રભાસે પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. મેકર્સ પાંચ ભાષાઓમાં ફિલ્મને ફર્સ્ટ લૂક પૉસ્ટરને રિલીઝ કર્યુ છે. આ પૉસ્ટરને શેર કરતાં અભિનેતાએ લાંબુ પહોળુ કેપ્શન લખ્યુ છે- એક્ટરે લખ્યુ છે - આરંભ.... અયોધ્યા, યુપીમાં સરયૂ નદીના તટ પર એક જાદુઇ યાત્રા શરૂ કરવા માટે અમારી સાથે જોડાઓ.
View this post on Instagram
એક્ટરે આગળ લખ્યું- અમારી ફિલ્મ આદિપુરુષનુ ટીજરનુ અનાવરણ 2 ઓક્ટોબરે સાંજે 7:11 વાગે અયોધ્યામાં અમારી સાથે કરો, ફિલ્મ 12 જાન્યુઆરી, 2023 એ આઇમેક્સ (IMAX) અને થ્રીDમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram