શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કનેક્શનમાં રિયા ચક્રવર્તીએ બોલિવૂડની આ સ્ટાર એક્ટ્રેસ સહિત 25ના નામ લીધા, NCBની રડાર પર છે બધા
રિયા ચક્રવર્તીએ સ્વીકાર્યું છે કે તે સૈમુઅલ મિરાંડા, દીપેશ સાવંત અને શૌવિક ચક્રવર્તી પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવેલ ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત 6 લોકો જેલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવાય છે કે, રિયા ચક્રવર્તીએ એનસીબીની સામે ડ્રગ્સ કેસમાં બોલિવૂડના અનેક મોટા સેલેબ્સના નામ લીધા છે. શૌવિક અને રિયાના વ્હોટ્સએપ ચેટથી પણ તેની જાણકારી મળી છે. ટીઓઆઈના રિપોર્ટ અનુસાર એનસીબીના નિશાના પર હવે એક્ટ્રેસ સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા છે કારણ કે તેના નામ રિયા ચક્રવર્તીએ લીધા છે.
રિયા ચક્રવર્તીએ એનસીબીની સામે એવો દાવો કર્યો હતો કે આ ત્રણેય લોકો ડ્રગ્સ લેતા હતા. ટીઓઆઈ અનુસાર, રિયાએ એનસીબીને આપેલ 20 પેજ લાંબા નિવેદનમાં ખાસ કરીને આ ત્રણના નામ લીધા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એનસીબી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ, બી અને સી ગ્રેડના એક્ટર, જે ડ્રગ્સ લે છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સારા અલી ખાન સુશાંત સિંહ રાજપૂતની માત્ર કો-સ્ટાર જ નહીં, પરંતુ તે પોતે કહેતી હતી WE ARE BESTIES. રિયા ચક્રવર્તીએ NCBને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, સુશાંત તેના મિત્ર સાથે થાઇલેન્ડ ટ્રિપ પર ગયો હતો અને તે દરમિયાન લગભગ 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ટ્રિપમાં સારા અલી ખાન પણ સુશાંતના મિત્રોમાં સામેલ હતી.
આ વાત પર NCBની તપાસ બાકી છે કે ડ્રગ્સ કેસમાં સારા અલી ખાનનો હાથ કેટલો છે. રિયાના ખુલાસા બાદ એનસીબી સૌથી પહેલા આ લોકોની સામે પુરાવા એકત્રિત કરશે અને ત્યારબાદ તેમને પૂછપરછ માટે સમન્સ મોકલશે, પરંતુ આ 5 નામ સામે આવ્યા બાદ બોલીવુડના અન્ય કોના ધબકારા વધી ગયા છે.
રિયા ચક્રવર્તીએ સ્વીકાર્યું છે કે તે સૈમુઅલ મિરાંડા, દીપેશ સાવંત અને શૌવિક ચક્રવર્તી પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી. તેણે ડ્રગ્સ અને ખરીદીના નાણાકીય લેણદેણમાં પોતાની ભાગીદારી વિશે પણ ખુલાસો કર્યો છે. નોંધનીય છે કે રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હવે રિયાના વકીલ હાઈકોર્ટમાં અરજી ફાઈલ કરશે. આ છ લોકોમાં રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડા, દીપેશ સાવંત, જૈદ વિલાત્રા અને અબ્દુલ બસિતનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion