સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી પણ બિઝનેશ કરે છે. મુંબઈના વર્લી વિસ્તારમાં 'આર હાઉસ' નામથી તેનું હોમ ડેકોર છે.
2/5
સુનીલ શેટ્ટી ઘણી ફિલ્મોમાં બિઝનેસમેનની ભૂમિકામાં જોવા મળ્યો છે પરંતુ તે માત્ર ફિલ્મોમાં નહી રીયલ લાઈફમાં પણ એક સફળ બિઝનેસમેન છે. સુનીલ શેટ્ટીનો કારોબાર એટલો મોટો છે કે તે વર્ષમાં આશરે 100 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
3/5
મુંબઈના પોશ વિસ્તારમાં H20 નામથી સુનીલ શેટ્ટીના બાર અને રેસ્ટોરન્ટ છે જે સેલિબ્રિટીઓ અને આમ જનતા વચ્ચે ઘણા જાણીતા છે. સાઉથમાં પણ સુનીલ શેટ્ટીની રેસ્ટોરન્ટ છે. પોપકોર્ન એન્ટરટેનમેન્ટના નામે તેમનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. તે ખેલ, ભાગમભાગ અને રક્ત જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી ચુક્યા છે.
4/5
ખૂબ ઓછા લોકોને જાણકારી હશે કે સુનિલ શેટ્ટીએ એક સફળ બિઝનેસમેન પણ છે. સુનિલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961ના મેંગ્લોર સ્થિત મુલ્કી નામના કસ્બામાં થયો હતો. સુનિલ શેટ્ટીએ આશરે 110 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં બલવાન, વક્ત હમારા હૈ, મોહરા, ગોપી કિશન, કૃષ્ણા, સપૂત, રક્ષક, બોર્ડર, દિલવાલે, હેરાફેરી, ધડકન જેવી ફિલ્મો સામેલ છે.
5/5
મુંબઈ: સુનીલ શેટ્ટીએ બોલીવૂડમાં એક લીડ એક્ટર તરીકે પોતાની અલગ ઓળખ બનાવી છે. સુનિલ શેટ્ટીએ ફિલ્મોમાંથી કેટલાક સમયથી દૂર છે પરંતુ તેણે બોલીવૂડમાં ઉલ્લેખનીય કામ કર્યા છે. બોલીવૂડ એક્ટર સુનિલ શેટ્ટીનો આજે જન્મદિવસ છે.