શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂત કેસ: રિયા ચક્રવર્તીની CBIએ કરી 8 કલાક પૂછપરછ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની સીબીઆઈએ આજે પૂછપરછ કરી હતી. એજન્સીની ટીમે આશરે આઠ કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી.
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની સીબીઆઈએ આજે પૂછપરછ કરી હતી. એજન્સીની ટીમે આશરે આઠ કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી. અભિનેત્રીને કાલે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
આજની પૂછપરછ પૂર્ણ થયા બાદ મુંબઈ પોલીસ તેની સુરક્ષા માટે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતી. પોલીસ ટીમની સાથે રિયા પોતાના ઘરે જવા માટે રવાના થઈ હતી.
ઘરની સામે રિયાની ગાડી રોકાઈ પરંતુ રિયા ગાડીમાંથી ન ઉતરી. પછી પોલીસ સાથે રિયા સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન પહોંચી હતી. રિયા સાથે તેનો ભાઈ શોવિક પણ હાજર હતો.
સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈએ રિયાને સવાલ કર્યો કે કઈ રીતે તે દિવંગત અભિનેતાના સંપર્કમાં આવી હતી. ક્યારે તેણે અભિનેતા સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું. સુશાંત સાથે તેના સંબંધો કેવા હતા.
સૂત્રોએ કહ્યું કે સીબીઆઈએ પૂછ્યું કે યૂરોપ યાત્રા દરમિયાન શુ થયું હતું. ક્યારે તે સુશાંતને સારવાર માટે લઈ ગઈ હતી. કેમ તેણે સુશાંતના પિતાના ફોનને નજરઅંદાજ કરી દિધો, જ્યારે તેમણે તેની સારવારની વિસ્તૃત જાણકારી માંગી હતી.
રિયાને એ પણ પૂછવામાં આવ્યું કે તેણે 8 જૂને સુશાંતનું ઘર છોડી દિધુ અને કેમ તેના મેસેજને નજરઅંદાજ કર્યા અને તેનો નંબર બ્લોક કરી દિધો હતો.
સવાલ કરવામાં આવ્યા કે તેણે સુશાંત સિંહ રાજપૂતની મોત વિશે ક્યારે ખબર પડી. તેને આ જાણકારી કોણે આપી હતી. તે સુશાંતના ફ્લેટ પર ક્યારે ગઈ હતી. તે કપૂર હોસ્પિટલ ક્યારે ગઈ અને કઈ રીતે તે સુશાંતની બોડીને જોવામાં સફળ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion