શોધખોળ કરો
Advertisement
સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવવા માગતો હતો સુશાંત સિંહ, પાર્ટનર વરૂણ માથુરે EDની સમક્ષ કર્યો આ ખુલાસો
વરૂણે કહ્યું કે, કંપનીએ હજુ સુધી એક પણ પ્રોજેક્ટ કર્યો નથી, પરંતુ અત્યાર સુધીમાં 8 લાખ રૂપિયા આવવા જવા, રહેવા અને ખાવા પીવા પાછળ ખર્ચ થયા છે.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈડી તપાસ કરી રહી છે. બુધવારે ઈડીએ સુશાંત સિંહ રાજપૂતની કંપનીમાં પાર્ટનર રહેલ વરૂણ માથુરની પૂછપરછ કરી. મુંબઈ સ્થિતિ ઈડીની ઓફિસમાં વરૂણની લગભગ 12 કલાક સુધી પૂછપરછ થઈ. વરૂણ માથુર સુશાંત રાજપૂતની કંપની INNSAEI Venture Private Limitedમાં ડાયરેક્ટર હતો.
ઈડી સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર વરૂણ માથુરે ઈડીને જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની કંપનમાં તે એડીશનલ ડાયેર્કટર હતા. આ કંપનામાં સુશાંતે 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપની 26 એપ્રિલ, 2018ના રોજ બની હતી સુશાંતની એન્ટ્રી 2 મે, 2018માં થઈ હતી. વરૂણે ઈડીને જણાવ્યું કે, સુશાંત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક બનાવવા માગતો હતો. તેના માટે સૌરવ સાથે વાતચીત પણ થઈ હતી.
સૌરવ ગાંગુલીએ બાયોકિપ માટે ના પાડી
વરૂણે જણાવ્યું કે, પરંતુ સૌરવ ગાંગુલીએ ફિલ્મ બનાવવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે, તમે પહેલા જ ધોની પર ફિલ્મ બનાવી ચૂક્યા છો એવામાં લોકો મારા પર બનેલ બાયોપિકમાં તમને પસંદ નહીં કરે. ઉપરાં, વરૂણે જણાવ્યું કે, સુશાંત 12 કેરેક્ટરવાળી એક ફિલ્મ બનાવવા માગતો હતો. સ્વામી વિવેકાનંદ, મધર ટેરેસા, મહાત્મા ગાંધી જૈવી ભૂમિકા એક ફઇલ્મમાં કરવા માગતો હતો, તેને લઈને તેની પાસે અનેક આઈડિયા હતા.
કંપનીની પાસે પ્રોજેક્ટ નથી
વરૂણે કહ્યું કે, કંપનીએ હજુ સુધી એક પણ પ્રોજેક્ટ કર્યો નથી, પરંતુ અત્યાર સુધીમાં 8 લાખ રૂપિયા આવવા જવા, રહેવા અને ખાવા પીવા પાછળ ખર્ચ થયા છે. જણાવીએ કે, આ કંપની ઉપરાંત સુશાંતે રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને ઇંદ્રજીત ચક્રવર્તીની સાથે મળીને કથિત રીતે ત્રણ અલગ અલગ કંપનીઓ ખોલી હતી. જેમાં એકનો ડાયરેક્ટર શૌવિક ચક્રવર્તીને બનાવવામાં આવ્યો હતો. ઈડીએ આ કંપનીઓને લઈને રિયા અને તેના પરિવારની પૂછપરછ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement