જાણો શું છે રામસે હંટ સિંડ્રોમના લક્ષણો અને કારણો જેનાથી જસ્ટિન બીબરનો ચહેરો લકવાગ્રસ્ત થયો
ફેમસ સિંગર જસ્ટિન બીબરે હાલમાં જ પોતાના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
Hunt Syndrome Symptoms: ફેમસ સિંગર જસ્ટિન બીબરે હાલમાં જ પોતાના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહી છે કારણ કે જસ્ટિન બીબર ગંભીર બીમારીથી પીડિત છે અને તેના ચહેરાનો એક ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે. આ બીમારીનું નામ રામસે હંટ સિન્ડ્રોમ છે અને તે એક પ્રકારનો વાયરસ છે. આ વાયરસનું નામ વેરિસેલા ઝોસ્ટર છે. તે કાનની નજીકના ચહેરાના જ્ઞાનતંતુને અસર કરે છે.
આંખ પલકારો નથી મારી શકતીઃ
સિંગર જસ્ટિન બીબરે તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે જણાવ્યું કે તે હાલમાં કઈ બીમારીથી પીડિત છે. તેના ચહેરાની જમણી બાજુ લકવાગ્રસ્ત થઈ ગઈ છે. આ કારણે તેણે તેના આગામી સપ્તાહના શોને હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. જસ્ટિને વીડિયોમાં કહ્યું છે કે, તેની આંખો પલકારો પણ નથી મારી શકતી. જસ્ટિન કહે છે કે તેને ભગવાનમાં વિશ્વાસ છે અને આશા છે કે સમયસર બધું બરાબર થઈ જશે. આ દરમિયાન તે આરામ કરશે અને ચહેરાની કસરત કરી રહ્યો છે.
રામસે હન્ટ સિન્ડ્રોમ શું છે?
રામસે હન્ટ સિન્ડ્રોમ એક પ્રકારનો વાયરલ ચેપ છે. તે વેરીસેલા ઝોસ્ટર વાયરસને કારણે થાય છે. ચિકનપોક્સ પણ આ વાયરસથી થાય છે. આ વાયરસ કાનની અંદર રહેલી ચહેરાની ચેતાઓને અસર કરે છે. જેના કારણે ચહેરાનો લકવો થવાની ભીતિ રહે છે. આ સિવાય વર્ટિગો, અલર્સ અથવા કાનમાં ઈજાઓ પણ હોઈ શકે છે. એક રિપોર્ટ મુજબ, આ ખૂબ જ પીડાદાયક સ્થિતિ હોય છે. આ રોગ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં માથાની ચોક્કસ ચેતાઓ વાયરસથી પ્રભાવિત થાય છે.
રામસે હન્ટ સિન્ડ્રોમના લક્ષણો શું છે?
કાનમાં ગંભીર દુખાવો
એક બાજુથી સંભળાવાનું બંધ થઈ જવું
ચહેરાની એક બાજુમાં નબળાઈ લાગવી.
એક આંખ બંધ કરવામાં અને આંખનો પલકારો કરવામાં મુશ્કેલી આવે છે.