શોધખોળ કરો
Advertisement
શૂટિંગ દરમિયાન સેટ પર ઘાયલ થઈ આ એક્ટ્રેસ, જાણો અભિનેત્રીએ ટ્વિટર પર શું ખુલાસો કર્યો....
આ તસવીર શેર કરતાં તાપસીએ લખ્યુ છે કે, હા હા.. બરફીલા પર્વત પર શિફોન સાડી પહેરી 25 દિવસ સુધી કામ કરવું ખુબજ મુશ્કેલ હોય છે, તેથી મે તે પસંદ કર્યુ છે.
નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી એકટ્રેસ તાપસી પન્નૂ હાલમાં પોતાની ફિલ્મ ગેમ ઓવરની તૈયારીમાં લાગી ગઈ છે. તાપસી પન્નૂ મોટેભાગે પોતાના સેટ અને શૂટિંગના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તાપસી પન્નૂએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી, જેમાં તેને ઈચા થઈ હતી. તાપસી પન્નૂની આ તસવીરમાં તેના હાથ છોલાયેલા કે દાજી ગયેલા દેખાઈ રહ્યા હતા તો ક્યાંક તેના પગમાં ફ્રેક્ચર છે.
આ તસવીર શેર કરતાં તાપસીએ લખ્યુ છે કે, હા હા.. બરફીલા પર્વત પર શિફોન સાડી પહેરી 25 દિવસ સુધી કામ કરવું ખુબજ મુશ્કેલ હોય છે, તેથી મે તે પસંદ કર્યુ છે.
તાપસીએ જે કેપ્શન લખી તેનાંથી લાગે છે કે તેને વાગ્યું છે. જ્યારે આ કનફ્યૂઝનને કારણે તાપસીનાં ખબર અંતર પુછવામાં આવી રહ્યાં છે. એક્ટ્રેસ એવલિને પહેલાં તાપસીને સવાલ કર્યો કે તેને શું થયુ છે.. જે બાદ તેણે તાપસીનાં સ્વસ્થ થવાની કામના કરી. એવલિન ઉપરાંત નીના ગુપ્તાએ પણ તાપસીનાં ખબર અંતર પુછ્યા છે.
જોકે તાપસી પન્નૂની આ તસવીર તેની અપકમિંગ ફિલ્મ ગેમ ઓવરના શૂટિંગ દરમિયાનની છે. ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે અને તેના શૂટિંગ દરમિયાન તાપસીનો ખાસ મેકઅપર કરવામાં આવ્યો હતો. તાપસી પન્નૂના ફેન્સ જ્યારે ચિંતિત થવા લાગ્યા અને તેને જલદી સ્વસ્થ્ય થવા માટે કહેવા લાગ્યા ત્યારે તાપસીએ ખુદ તસવીર પાછળનું સત્ય ટ્વિટ પર લખી દીધું.When your prosthetics artist is so good that people forget to read the caption and understand what it really means ! 🙄#GameOver #SheDidIt pic.twitter.com/iYW48dYniV
— taapsee pannu (@taapsee) June 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement