શોધખોળ કરો
Advertisement
‘તારક મહેતા…’માં આવશે અત્યાર સુધીનું સૌથી મોટું ટ્વિસ્ટ, દયાબેન નહીં પણ આ કેરેક્ટરની થશે એન્ટ્રી!
સીરિયલમાં દયાબેન પોતાની કેટલીક તકલીફોનો ઉકેલ લાવવા માટે તેની મમ્મી સાથે ફોન પર વાત કરતી અનેકવાર જોવા મળી છે અને સામેથી તે પણ ઉપાય સૂચવે છે.
મુંબઈઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના પાછા ફરવાની રાહમાં બેઠેલા ચાહકોને શોમાં એક નવો વળાંક જોવા મળશે. એવા અહેવાલો છે કે દયાબેન નહીં પણ તેમની માતા શોમાં એન્ટ્રી લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દયાબેન એટલે કે દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી આ શોમાં ગેરહાજર છે.
સીરિયલમાં દયાબેન પોતાની કેટલીક તકલીફોનો ઉકેલ લાવવા માટે તેની મમ્મી સાથે ફોન પર વાત કરતી અનેકવાર જોવા મળી છે અને સામેથી તે પણ ઉપાય સૂચવે છે. તેમનો ચહેરો આજસુધી દેખાડાયો નથી પરંતુ હવે સીરિયલમાં આવેલા નવા ટ્વિસ્ટ મુજબ દયાબેનની મમ્મી ટૂંક સમયમાં જોવા મળે તેવી શક્યતા છે.
રિપોર્ટ્સ પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આગામી એપિસોડમાં એવી સ્થિતિ બની રહી છે જેનાથી દયાબેનની મમ્મીની જરૂર પડશે. હવે જોવાનું એ છે કે મેકર્સ તેમની એન્ટ્રી કરાવશે કે નહીં.
આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે જેઠાલાલ કે પિતા ચંપકલાલ લાંબા સમયથી શોમાંથી મિસિંગ છે. પિતાને શોધી શોધીને જેઠાલાલ થાકી ગયો છે. ચંપક લાલ પાસે તેના ચશ્મા પણ નથી. માટે જેઠાલાલ વધારે ચિંતિત છે. આ વચ્ચે જ ચંપકલાલને એક શખ્સ મદદ કરે છે, તે ગોકુલધામ સોસાયટીનું સરનામું જાણે છે. પરંતુ એ માણસને ઓછુ સંભળાય છે. તે ભૂલથી ચંપકલાલને થાણેના ગોકુલધામ સોસાયટીની બસમાં બેસાડી દે છે.
માટે જેઠાલાલ અને સોસાયટીનાં બીજા લોકો પણ પોલીસ સ્ટેશનમાં ચંપક લાલની મિસિંગ રિપોર્ટ લખાવવા જાય છે. એ દરમિયાન જ જેઠાલાલ પોતાની સાસુને ફોન કરે છે. ફોન કરીને ચંપક લાલને શોધવાની સલાહ માગે છે અને કોઈ આઈડિયા આપવાનું કહે છે. દયાબેનની મા પોતાના જમાઈની ફોન પર મદદ કરે છે. હવે જોવા વાળાને ઉત્સાહ જાગ્યો કે શું દયાબેનની માને બતાવવામાં આવશે કે પછી માત્ર અવાજ જ સાંભળવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement