શોધખોળ કરો
Advertisement
તારક મહેતા કા ઉલટા ચશ્માના આ ગુજરાતી કલાકારને મળી મારી નાંખવાની ધમકી, જાણો શું છે કારણ ?
મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે હું શૂટિંગ પૂરૂ કરીને મારા ઘરે પહોંચ્યો ત્યારે રાતના લગભગ સાડા આઠ વાગ્યા હતા. એક વ્યક્તિ અચાનક મારી પાસે આવી અને કોઈ કારણ વિના મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું હતું.
મુંબઈ: ટેલિવિઝન અભિનેતા અને ગુજરાતી કલાકાર સામય શાહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે હાલમાં સબ ટીવીની સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગોગીનું પાત્ર ભજવી રહ્યો છે, તેને તાજેતરમાં જ ગુંડાઓ દ્વારા ધમકી મળી હતી. જે બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બોરીવલીમાં સામય શાહની બિલ્ડીંગ પાસે બની હતી.
કેટલાક બદમાશોએ સામય શાહ સાથે તોછડું વર્તન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હજુ સુધી તે આરોપીઓની ઓળખ થઈ નથી. જોકે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે. 27 ઓક્ટોબરે આ ઘટના બની હતી. સામય શાહે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સીસીટીવી ફૂટેજની એક તસવીર શેર કરી છે. જેમાં એક બદમાશ જોવા મળી રહ્યો છે.
સામય શાહે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, બે દિવસ પહેલા આ માણસ મારી બિલ્ડિંગમાં આવ્યો હતો અને કોઈ કારણ વગર તેણે મને અપશબ્દો આપવાનું શરૂ કર્યું હતું. મને ખબર નથી કે તે કોણ છે. મને ગાળો આપવા પાછળનું કારણ શું છે ? તેણે મને ધમકી આપી હતી કે તે મારી નાખશે. જે લોકો મને પ્રેમ કરે છે તેની સાથે હું આ માહિતી શેર કરું છું.
Pics credit instagram
સામય શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે હું શૂટિંગ પૂરૂ કરીને મારા ઘરે પહોંચ્યો ત્યારે રાતના લગભગ સાડા આઠ વાગ્યા હતા. એક વ્યક્તિ અચાનક મારી પાસે આવી અને કોઈ કારણ વિના મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટના બાદથી હું ખૂબ જ નારાજ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement