શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા કા ઉલ્ટા....’ ફેમ દિશા વાકાણીએ દીકરી સાથે શેર કરી સેલ્ફી, ‘દયાબેન’ને ઓળખવા પણ મુશ્કેલ
છેલ્લા થોડા સમયથી ચર્ચા છે કે દિશા શોમાં પાછી નથી ફરવાની. આ ચર્ચા વિષે દિશા વાકાણીએ એક સેલ્ફી શેર કરી હતી.
નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિશા વાકાણીએ દીકરીની સાથેની તસવીર સેર કરી છે. આ તસવીરમાં દિશાના ખભા પર દીકરી આરામ કરતી જોવા મળી રહી છે. દિશા વાકાણી છેલ્લાં ઘણાં સમયથી શોથી દૂર છે. તે મેટરનિટી લીવ પર છે. દિશાની દીકરી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
છેલ્લા થોડા સમયથી ચર્ચા છે કે દિશા શોમાં પાછી નથી ફરવાની. આ ચર્ચા વિષે દિશા વાકાણીએ એક સેલ્ફી શેર કરી હતી. આ સેલ્ફીમાં દિશા ખાસ્સી જુદી લાગે છે. દિશા આ ફોટામાં અલગ જ લાગે છે.
દિશાએ તેની દીકરીનું નામ સ્તુતિ રાખ્યું છે. તે ઈન્સ્ટાગ્રામ પર સામાન્ય રીતે જૂના જૂના ફોટોઝ પોસ્ટ કરી જૂની યાદો વાગોળતી હોય છે. આ વખતે તેણે પોતાનો લેટેસ્ટ ફોટો દીકરી સાથે મૂક્યો છે.
તાજેતરમાં જ તારક મહેતા…ના પ્રોડ્યુસર આસિત મોદીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે હવે દિશા માટે વધારે રાહ નહિ જોય. તેમણે દિશાને વિચારવા માટે પૂરતો સમય આપી દીધો છે. પરંતુ દિશા આવવા માંગતી હોય એવું લાગતું નથી. તેની પ્રાથમિકતા તેની દીકરી હોય એવું લાગી રહ્યું છે. આથી દિશાના ચાહકો હતાશ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement