તારક મહેતાથી ગાયબ ‘બીબતા જી’ મુનમુન દત્તાએ મૌન તોડ્યું બોલી, ‘જો મારી સીનમાં જરૂર જ નથી તો...’
મુનમુન દત્તાએ ઇન્સ્ટા પોસ્ટ કરતા લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક ઘટનાનું નેગેટિવ રિપોર્ટિગ થઇ રહ્યું છે. જેનો મારી જિંદગી પર પણ નેગેટિવ પ્રભાવ પડી રહ્યો છે.
ટેલિવૂડ:મુનમુન દત્તાએ ઇન્સ્ટા પોસ્ટ કરતા લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક ઘટનાનું નેગેટિવ રિપોર્ટિગ થઇ રહ્યું છે. જેનો મારી જિંદગી પર પણ નેગેટિવ પ્રભાવ પડી રહ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેન્સને ઇન્ટરટેઇન કરવો કોઇ મોકો નથી છોડતા. હાલ શોમા રિસોર્ટનો પ્લોટ દેખાડવામાં આવી રહ્યો છે. સિરિયલમાં બતાવવામાં આવ્યું છે કે આખી સોસાયટી રિસોર્ટ પહોંચી છે. આ દરમિયાન મુનમુન દત્તા ગાયબ છે. બસ આ ઘટના બાદ સતત અફવા ચાલું થઇ ગઇ છે કે, મુનમુન દત્તાએ શો છોડી દીધો છે. જો કે હવે એક્ટ્રેસે આ પ્રકારની ખબરો પર રિએક્ટ કર્યું છે.
મુનમુન દત્તાએ કર્યું રિએક્ટ
મુનમુન દત્તાએ ઇન્સ્ટા પોસ્ટ કરતા લખ્યું કે, “છેલ્લા કેટલાક સમયથી કેટલીક ઘટનાનું નેગેટિવ રિપોર્ટિંગ થઇ રહ્યું છે. જેનો મારી જિંદગી પર પણ નેગેટિંવ પ્રભાવ પડી રહ્યો છે. એ બિલકુલ ખોટું છે કેસ હું શૂટિંગમાં ગેરહાજર રહી. જો કે જે ઘટનાનું શૂટિંગ હતું તેમાં મારી હાજરીની જરૂર ન હતી. જેથી મને પ્રોડકશન તરફથી શૂટ કરવા માટે બોલાવવામાં ન હતી આવી. કયું સીન અને સ્ટોરી લાઇન શું છે. તે હું ડિસાઇડ નથી કરતી પરંતુ પ્રોડકશન ટીમ નક્કી કરે છે”.
મુનમુન દત્તાએ ઇન્સ્ટા પોસ્ટ કરતા લખ્યું કે, “ હું વ્યક્તિગત રીતે જે કામ પર જાઉં છું અને કરીને પરત ફરું છું. જો સીનમાં મારી જરૂરત નહીં હોય તો સ્વાભાવિક છે હું સેટ પર નહીં જોવા મળું. જો હું શો છોડીશ તો તે મુદ્દે ખુદ જ વાત કરીને જણાવી દઇશ.કારણ કે મને લાગે છે કે, જે ફેન્સ આ શો સાથે ઇમોશનલી જોડાયેલા છે. તેમને સત્ય જાણવું જરૂરી છે.
ઉલ્લેખનિય છે કે, મુનમુન દત્તા આ શો સાથે શરૂઆતથી જ જોડાયેલી છે. તે શોની સ્ટાઇલિશ લેડીનો કિરદાર કરી રહી છે. બબીતાનું પ્રાત્ર દર્શકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.