આપને જણાવી દઇએ કે, તનુશ્રીએ નાના પાટેકર પર શૂટિંગ દરમિયાન ગેરવર્તર્ણૂંક અને છેડતીનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, 2008માં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેની સાથે જોર જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.
2/4
અમતિભ બચ્ચનને પ્રશ્ન પુછાતા તેમણે કહ્યું કે, 'ન તો હું તનુશ્રી દત્તા છુ ન તો નાના પાટેકર. તેથી આ મામલે કમેન્ટ કરવા માંગતો નથી.' હિન્દુસ્તાન ટાઇમ્સ દ્વારા જ્યારે તનુશ્રી દત્તાને બિગ બીએ આપેલા રિએક્શન પર જવાબ માગ્યો તો તેણે કહ્યું કે, 'હું દુ:ખી છું. કારણ કે આ તે લોકો છે જે સામાજીક મુદ્દાઓ પર ફિલ્મો કરે છે પણ જ્યારે રિઅલ લાઇફમાં સ્ટેન્ડ લેવાની કે કંઇ બોલવાની વાત આવે છે તો તેમનાં પીડાદાયક નિવેદન સામે આવે છે.'
3/4
નવી દિલ્હીઃ તનુશ્રી દત્તા-નાના પાટેકર વિવાદ હાલમાં ચર્ચામાં છે. આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક બોલિવૂડ સેલેબ્સે તનુશ્રી દત્તાનું સમર્થન કર્યું છે. પરંતુ સદીના મહાનાયક અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને તેના પર ગોળગોળ જવાબ આપ્યો હતો. બિગ બીના આવા રિએક્શનથી તનુશ્રી દુખી છે.
4/4
જોકે લોકોનું માનવું છે કે, તનુશ્રી આ બધુ પબ્લિસિટી માટે કરી હી છે. તેનાં પર તનુશ્રીનું કહેવું છે કે, 'તે આને મારુ બોલિવૂડ કમબેક અને બિગ બોસમાં આવવાનો રસ્તો કહે છે. લોકો તો હાલમાં પણ એવું વિચારે છે કે જે મિસ યૂનિવર્સ સ્ટેજ પર વોક કરી ચૂકી હોય. જેને 16 -18 બોલિવૂડ ફિલ્મો કરી હોય જીવનમાં તેની આકાંક્ષા માત્ર આટલેથી સીમિત થોડી રહે?'