મુંબઈમાં આ હોટ એક્ટ્રેસ વાત કરતી હતી ને બાઈક પર આવેલા બે ચોર મોંગોદાટ મોબાઈલ આંચકીને ભાગ્યા....
નિકિતાએ લખ્યું છે કે, મંગળવારે રાતની ઘટના છે. તે બાંદ્રાની 14 નંબરની સડક પરથી રાત્રે આશરે 7.45 કલાકે ચાલીને જતી હતી.
મુંબઈઃ મોટા શહેરોમાં આમ આદમી સિવાય સેલેબ્સ પણ ચોરોનો શિકાર બની રહ્યા ચે. કબીર સિંહ ફિલ્મમાં નજરે પડેલી અભિનેત્રી નિકિતા દત્તા સાથે પણ આમ થયું છે. જેનાથી પરેશાન થઈને તેણે પોતાની સાથે બનેલી ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ક્યારે બની ઘટના
નિકિતાએ લખ્યું છે કે, મંગળવારે રાતની ઘટના છે. તે બાંદ્રાની 14 નંબરની સડક પરથી રાત્રે આશરે 7.45 કલાકે ચાલીને જતી હતી. તે દરમિયાન બે બાઇક સવાર આવ્યા અને માથા પર ટપલી મારી. જેથી મારું ધ્યાન ભટકી ગયું. જેનો ફાયદો ઉઠાવી એક બદમાશે મારા હાથમાંથી ફોન છીનવી લીધો. હું કંઈ કરું તો પહેલા જો બંને ત્યાંથી ભાગી ગયા. થોડીવાર માટે મને તો કંઈ સમજ ન પડી પરંતુ મારી જાતને સંભાળી અને તેમની પાછળ દોડવા લાગી ત્યાં સુધીમાં તેઓ ખૂબ દુર નીકળી ગયા હતા.
લોકોએ પણ ચોરનો પીછો કરવાની કોશિશ કરી...
આ સમયે આસપાસથી પસાર થતાં લોકો મદદે આવ્યા. એક વ્યક્તિએ પોતાની બાઇક બદમાશો પાછળ દોડાવીને પીછો કરવાની કોશિશ કરી પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા. તે સમયે હું ખૂબ ડરી ગઈ હતી.
શા માટે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
તેણે આગળ લખ્યું કે, હું સતત રડતી હતી. સદનસીબે આસપાસ હાજર રહેલા લોકો મદદે આવ્યા. તેમણે મને બેસાડીને પાણી પીવરાવ્યું. બાદમાં હું બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. આ બધું એટલા માટે શેર કરી રહી છું કે લોકોમાં આવી ઘટનાને લઈ થોડી જાગૃતા આવે અને કોઈપણ ભૂલ વગર મહેનતની કમાણીથી હાથ ધોવા ન પડે.
View this post on Instagram