Baby Boy: ટીવીનો ફેમસ એક્ટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, શેર કરી આવી તસવીર.......
ટીવી જગતનો જાણીતા એક્ટર ધીરજ ધૂપર (Dheeraj Dhoopar) જે દિવસનો ઇન્તજાર હતો, તે આવી ગયો છે. ધૂપરની પત્ની વિન્ની અરોડાએ (Vinny Arora) પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે.
Good News: ટીવી જગતનો જાણીતા એક્ટર ધીરજ ધૂપર (Dheeraj Dhoopar) જે દિવસનો ઇન્તજાર હતો, તે આવી ગયો છે. ધૂપરની પત્ની વિન્ની અરોડાએ (Vinny Arora) પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. એક્ટરે આ વાતની જાણકારી સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે, અને બતાવ્યુ છે કે, વિન્નીએ દીકરાને જન્મ આપ્યો છે. જેવી આ વાતની લોકોને ખબર પડી લોકોએ અભિનંદનનો વરસાદ વરસાવી દીધો હતો.
લગ્નના છ વર્ષ બાદ બન્યા માતા-પિતા -
ઉલ્લેખનીય છે કે, ધીરજ ધૂપરે 2016માં પોતાની ગર્લફ્રેન્ડ વિન્ની સાથે લગ્ન કર્યા હતા. બન્નેની પહેલી મુલાકાત 2009માં ‘માતા-પિતા કે ચરણો મે સ્વર્ગ’ના સેટ પર થઇ હતી. 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ તેમને લગ્ન કરી લીધા હતા, અને હવે લગ્નના છ વર્ષ બાદ આ કપલ માતા-પિતા બની ગયા છે. 10 ઓગસ્ટ, 2022ને વિન્ની અરોડા અને ધીરજ ધૂપરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પૉસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી છે.
View this post on Instagram
સોશ્યલ મીડિયા પર આપી જાણકારી -
એક્ટરે એક નૉટ શેર કરતા લખ્યું છે - અમને એ જાહેરાત કરતા ખુબ ખુશી થઇ રહી છે કે અમને છોકરો થયો છે. 10.08.2022 માતા-પિતા વિન્ની અરોડા અને ધીરજ ધૂપર. આ પૉસ્ટ સામે આવ્યા બાદ ફેન્સથી લઇને તેના દોસ્ત સુધી તમામ આ કપલને અભિનંદન આપી રહ્યાં છે. આ પહેલા 2 એપ્રિલ, 2022 એ ધીરજ ધૂપર અને વિન્ની અરોડાએ કેટલીક રોમાન્ટિક તસવીરો શેર કરતાં પ્રેગનન્સીની જાહેરાત કરી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.........
World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી
Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત
Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક
Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ
School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક