બિગ બોસ ઓટીટી 2નો વિનર બન્યો એલ્વિશ યાદવ, જાણો કેટલા લાખ મળશે ?
બિગ બોસના ફેન્સ માટે સારા સમાચાર છે. આ શોને તેનો વિજેતા મળ્યો છે. એલ્વિશ યાદવ વિજેતા બન્યો છે.
![બિગ બોસ ઓટીટી 2નો વિનર બન્યો એલ્વિશ યાદવ, જાણો કેટલા લાખ મળશે ? bigg boss ott 2023 winner elvish yadav wild card entry images prize money runner up abhishek malhan બિગ બોસ ઓટીટી 2નો વિનર બન્યો એલ્વિશ યાદવ, જાણો કેટલા લાખ મળશે ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/d7d8f6303cdfe4822a88808b7b08f401169203705778778_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss OTT Winner: બિગ બોસના ફેન્સ માટે સારા સમાચાર છે. આ શોને તેનો વિજેતા મળ્યો છે. એલ્વિશ યાદવ વિજેતા બન્યો છે. અભિષેક મલ્હાન ફર્સ્ટ રનર અપ અને મનીષા રાની સેકન્ડ રનર અપ રહી હતી. શોનો ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મનોરંજક હતો. બિગ બોસ OTT 2 ને તેનો વિજેતા મળી ગયો છે. એલ્વિશ યાદવ આ શોનો વિનર બન્યો છે. તેણે 25 લાખ સાથે બિગ બોસ ટ્રોફી જીતી હતી. જ્યારે અભિષેક મલ્હાન ફર્સ્ટ રનર અપ રહ્યો હતો. જણાવી દઈએ કે એલ્વિશએ વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી. બિગ બોસ ઓટીટી 2ની ફિનાલે ખૂબ જ શાનદાર રહી હતી.
Yeh systumm ko badalte nahi, banate hai! #BiggBossOTT2 has its WINNER and it’s none other than ELVISH YADAV😍 #BBOTT2 #BBOTT2onJioCinema #JioCinema @beingsalmankhan@ElvishYadav #ElvishYadav pic.twitter.com/wYSYqsaRNL
— JioCinema (@JioCinema) August 14, 2023
બિગ બોસની ફિનાલે જબરદસ્ત રહી
બિગ બોસના ટોપ 3 સ્પર્ધકોની વાત કરીએ તો એલ્વિશ યાદવ, મનીષા રાની અને અભિષેક મલ્હાન હતા. શોની ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મજેદાર રહી હતી. આ શોમાં બાદશાહ અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળ્યા હતા. મહેશ ભટ્ટ પણ પૂજા ભટ્ટને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે પણ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. શોના ભૂતપૂર્વ સ્પર્ધકોએ પણ પરફોર્મ કર્યું હતું.
આ શોમાં ડાન્સ પરફોર્મન્સથી લઈને કોમેડી બધું જ જોવા મળ્યું હતું. ચાહકોની આતુરતાનો પણ અંત આવ્યો છે અને બિગ બોસ ઓટીટી 2ને તેનો વિજેતા મળી ગયો છે. એલ્વિશ યાદવે ટ્રોફી પોતાના નામે કરી છે.
આ શોના ટોપ 5 સ્પર્ધકો હતા
તમને જણાવી દઈએ કે ચાહકોએ શોને ઘણો પ્રેમ આપ્યો છે. આ શોમાં ટીવી ઈન્ડસ્ટ્રીના એકથી વધુ કલાકારો જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ જોરદાર ટક્કર આપી હતી. અને આનું પરિણામ એ આવ્યું કે 3 ઈન્ફ્લુએન્સર એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન અને મનીષા રાનીએ શોના ટોપ 5માં સ્થાન મેળવ્યું. અભિનેત્રી બેબીકા ધુર્વે અને પૂજા ભટ્ટ પણ ટોપ 5માં સ્થાન મેળવ્યું હતું. ચાહકોને આ શો ઘણો પસંદ આવ્યો. દરેકે પોતપોતાના પ્રવાસનો ખૂબ આનંદ માણ્યો.
આ શોમાં ફલક નાઝ, અવિનાશ સચદેવા, આલિયા સિદ્દીકી, જિયા શંકર, પુનીત કુમાર, પલક પુરસ્વાની, આકાંક્ષા પુરી, જેદ હદીદ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)